આવતીકાલથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ

અષાઢ સુદ તેરસ શુક્રવાર તા. ૩-૭-ર૦ર૦ના દિવસથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થશે જે પાંચ દિવસ ચાલશે. અષાઢ વદ બીજને મંગળવાર તા. ૭-૭-ર૦ર૦ સુધી બહેનો આ વ્રત રાખશે. સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરવું, મંદિરે પૂજન માટે જઈ શંકર-પાર્વતીનું પૂજન કરવું, ભગવાનને નાગલા, ચુંદડી અર્પણ કરી અબીલ-ગુલાલ ચડાવવા તેમજ ફળ અને સોપારી અર્પણ કરવાં. ઘઉંના જવારા પાણીઆરે રાખી તેનું પૂજન કરવું. આ પૂજન મંદિરના બદલે ઘરે પણ કરી શકાય છે. બહેનોએ પાંચ દિવસ મીઠા વગરનું ભોજન લેવું. કુંવારી બહેનો આ વ્રત કરે છે. અત્યારના જમાના પ્રમાણે લગ્ન થાય ત્યાં સુધી બહેનો આ વ્રત રહે છે. સાસરે જઈ વ્રતની ઉજવણી કરવી. આ વ્રત કરવાથી શંકર-પાર્વતીના આશિર્વાદ મળે છે અને સારા, ગુણવાન પતિની પ્રાપ્તિ થાય છે અને સંસારરૂપી સાગરમાં તામમ સુખો મેળવી તરી જવાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!