Saturday, January 23

રાજકોટનાં ફેશન ડિઝાઈનીંગનો અભ્યાસ કરતી યુવતીને કેશોદનાં શખ્સે ફેસબુક ફ્રેન્ડ બનાવી દુષ્કર્મ ગુજાર્યું

સોશ્યલ મિડીયાનો સારો ઉપયોગ થાય તો ફાયદાકારક છે. પરંતુ તેનો દૂરૂપયોગ વધી ગયો છે. કેશોદ રહેતાં એક શખ્સે રાજકોટમાં રહી ફેશન ડિઝાઇનીંગનો અભ્યાસ કરતી યુવતિને ફેસબૂક થકી ફ્રેન્ડ બનાવી બાદમાં મળવા બોલાવી વાતચીત કરી ‘મારી સગાઇ થઇ ગઇ છે, પણ તેનાથી હું ખુશ નથી…મને તું ગમે છે, તારી સાથે લગ્ન કરવા છે’ તેવી વાતો કરી રાજકોટના કુવાડવા રોડ ઉપરની એક હોટેલમાં અને બાદમાં કેશોદમાં પોતાના ઘરમાં તેમજ ફરીથી નગ્ન ફોટા સોશ્યલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી રાજકોટની હોટેલમાં બળાત્કાર ગુજારી છેલ્લે યુવતિએ લગ્નની વાત કરતાં તેણે ‘મારે તારી સાથે મોજ મજા કરવી’તી એ કરી લીધી હવે કોઇ સંબંધ રાખવો નથી’ તેમ કહી દેતાં પ્રેમના નામે સર્વસ્વ ગુમાવી ચુકેલી યુવતિએ પોલીસનું શરણું લેતાં બળાત્કારનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવાયો છે. યુવતિએ બી-ડિવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું દોઢેક વર્ષથી રાજકોટ રહી ફેશન ડિઝાઇનીંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરૂં છું. આઠેક મહિના પહેલા નવેમ્બર-૨૦૧૯માં ફેસબૂક મારફત મારો સંપર્ક મયુર લલીતભાઇ લાલવાણી સાથે થયો હતો. એ પછી અમે એક બીજાને ફોન નંબર આપ્યા હતાં અને વાતો કરવા માંડ્‌યા હતાં. એક વખત તે કારમાં બેસાડી કાલાવડ રોડ ઉપર રેસ્ટોરન્ટમાં લઇ ગયો હતો. જ્યાં તેણે પોતે કેશોદ ક્રિષ્ના પાર્કમાં બગીચા સામે રહે છે તેમ કહી કહ્યું હતું કે-મારી સગાઇ થઇ ગઇ છે, પણ હું તેનાથી ખુશ નથી. મારે તારી સાથે લગ્ન કરવા છે. તેવી વાત કરી હતી. એ પછી તે મને મુકી ગયો હતો. ૨૩/૧૧ના રોજ મયુર મને રાત્રીના જામનગર રોડ પર જમવા લઇ ગયો હતો. એ પછી કુવાડવા રોડ પર ક્રિસ્ટલ હોટેલમાં મયુરનો પિતરાઇ ભાઇ રોકાયો હોઇ ત્યાં મને તે લઇ ગયો હતો. રૂમમાંથી તેનો પિતરાઇ ભાઇ બહાર જતો રહ્યો હતો. એ પછી મયુરે સેકસ માણવાની વાત કરી હતી. મેં ના પાડતાં તેણે બળજબરીથી સેકસ માણી લીધુ હતું અને ચિંતા ન કર, આપણે લગ્ન કરવાના જ છે તેવી વાત કરી હતી. એ પછી સવારે તે મને રૂમે મુકી ગયો હતો. ત્યારબાદ તેણે મને કેશોદ તેના પરિવારના સભ્યોને મળવાની વાત કરવાના બહાને બોલાવી હતી. હું ત્યાં જતાં તે એકલો જ હતો અને ત્યારે પણ બળજબરી કરી લીધી હતી. એ પછી ૩૧/૧૨ના રોજ તેણે ફોન કરી કહ્યું હતું કે હું રાજકોટ આવ્યો છું અને તને મળવું છે. મેં ના પાડતાં તેણે ધમકી આપી હતી કે નહિ મળ તો તારા નગ્ન ફોટા સોશ્યલ મિડીયામાં વાયરલ કરી દઇશે. આથી હું ડરી જતાં તેની સાથે થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં ગઇ હતી. એ પછી તે મને ફરીથી ક્રિસ્ટલ હોટેલમાં લઇ ગયો હતો અને નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરીથી સેકસ માણ્યું હતું. તા.૮/૨ના ફરીથી આ જ હોટેલમાં લઇ જઇ ચારથી પાંચ વખત બળજબરી કરી હતી. મેં તેને સગાઇ તોડી નાંખી લગ્ન કરી લેવાની વાત કરતાં તેણે એકાદ મહિનામાં બધુ ગોઠવાઈ જશે તેવી વાત કરી હતી. પરંતુ બાદમાં મેં તેને ફોન કરતાં તે યોગ્ય જવાબ આપતો નહોતો. છેલ્લે તેણે કહેલુ કે મારે તારી સાથે જે મોજમજા કરવી હતી એ કરી લીધી છે, હવે કોઇ સંબંધ રાખવો નથી. જો હવે ફોન કરીશ તો તારા ફોટા વાયરલ કરી દઇશ. આથી હું ડરી ગઇ હતી. એ પછી મેં ઘરમાં વાત કરતાં મને હિમત આપતાં ફરિયાદ કરી છે. પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં પીએસઆઇ પી. એ. ગોહેલ, ચંદ્રસિંહ, વિરમભાઇ, મનોજભાઇ સહિતની ટીમે તપાસ શરૂ કરી આરોપીને સકંજામાં લઇ કોરોના રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!