ર૦ર૦નું વર્ષ જ્યારથી શરૂ થયું છે ત્યારથી બસ એક પછી એક મુસીબતોનો પહાડ વચ્ચે આવતો જતો હોવાની લાગણી અને વ્યથા જનતા અનુભવી રહી છે. મંગળવારે બપોરે ૪ વાગ્યે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રજાગ સંબોધનમાં ચેતવણીનો સુર જાહેરમાં વ્યકત કર્યો હતો કે આપણે ફકત કોરોનાથી બચવાનું નથી પરંતુ અન્ય બિમારીનો પણ સામનો કરવાનો છે. માટે સર્વે ભારત વાસીઓએ સાવચેતી અને તકેદારી રાખવા લોકોને અપીલ કરી હતી. વડાપ્રધાનની ચેતવણીને જનતાએ પણ નજરમાં રાખીને ખુબ જ ધ્યાન રાખવું પડશે. દેશનાં દરેક રાજયોની માફક ગુજરાતનાં તમામ જીલ્લાઓ આજે કોરોનાગ્રસ્ત બની ગયાં છે અને કયારે આ મહામારી અટકશે તે અંગેનું ભાવિ કોઈ ભાખી શકે તેમ નથી. કોરોનાનાં રોગને જડમુળમાંથી નાશ કરી નાંખે તેવી રસી કે દવા જ્યારે પણ શોધાઈ નથી ત્યારથી વાત ત્યારે પરંતુ અત્યાર સુધીમાં સૌએ પોતાની જાતને જાળવવી પડશે. તેઓ માહોલ હાલ ચાલી રહ્યો છે. આ દરમ્યાન ગુજરાતનું મહત્વનું શહેર અને જીલ્લો એવા જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ કોરોનાનો કહેર, વાવાઝોડાની માફક ત્રાટકી રહ્યો છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો છેલ્લાં ૧પ દિવસથી દરરોજ પ-૬ કયારેક તો કયારેક ૧૦-૧૦ કેસો આ જૂનાગઢ શહેરમાં આવી જતાં હોય છે. ગઈકાલે પણ વધુ બે કેસોનો વધારો નોંધાયો છે. જૂનાગઢ શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવ કેસોનાં ૪ તો મૃત્યુ થઈ ચુકયાં છે અને જૂનાગઢ શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં કોરોનાનો ભય વ્યાપેલો છે. જુદાં-જુદાં વિસ્તારોમાં કોરોનાનાં પોઝિટીવ કેસો નોંધાઈ રહ્યાં છે.
જૂનાગઢ શહેર માટે ખતરાની ઘંટડી સમા જાષીપરા વિસ્તાર કોરોના હોટસ્પોટ બની રહ્યો છે તે ખુબ જ ચિંતાગ્રસ્ત બાબત છે
અનલોક-રનો પ્રારંભ ગઈકાલથી જ શરૂ થયો છે અને અનેક પ્રકારની છુટછાટો આ અનલોકમાં મળી છે પરંતુ તેને લઈને લોકોએ બેદરકાર કે અસાવધાનીભર્યું વર્તન કરવાની જરા પણ જરૂર નથી. કારણ કે હવે સમય એવો આવી ગયો છે કે સૌ નાગરીકોએ સામાજીક અંતર જાળવવું પડશે. મોઢે માસ્ક ફરજીયાત પહેરવું પડશે. જરાક ગફલત એટલે પોતાને, પરિવારને અને સમાજને માટે ઘાતકરૂપ સાબિત થશે. અત્યાર સુધી લોકડાઉનનાં કડક અમલવારી દરમ્યાન તંત્રનાં જાગતાં ચોકીપહેરા નીચે કોઈપણ કોરોના દર્દીઓને કે આ રોગને પ્રવેશવાની ઈજાજત નહોંતી. પરંતુ જ્યારથી છુટછાટો મળી છે ત્યારથી લઈને રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, મુંબઈ તથા પરપ્રાંતના રાજયોમાંથી અન્ય શહેરોમાંથી લોકોની અવરજવર વધી છે. તેમજ લોકડાઉનમાં ૪-૪ માસથી કંટાળાજનક સ્થિતિ વચ્ચે રહેલાં લોકો એકબીજાનાં ઘરે બેસવા જાય છે ત્યારે પણ કોરોનાનો શિકાર બની જાય છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો એક-બે કેસોમાં તો અન્ય લોકોની ઘરે બેસવા જતાં જ તેઓને પણ કોરોના લાગુ પડી ગયો હતો. આ કેટલી ગંભીર બાબત છે તે ઉપર આપણાં જૂનાગઢનાં લોકોએ ધ્યાન આપવાની જરૂર છે. કામ સિવાય બહાર નીકળવું નહીં તેટલું જ નહીં નાના બાળકો તેમજ વૃધ્ધ લોકોનું પણ ખુબ જ ધ્યાન રાખવું અને બહારથી જ્યારે પણ તમે ઘરમાં પ્રવેશ કરો ત્યારે અવરજવર માટેનાં કપડાં અલગ રાખવા, બને તો તે કપડાં ધોઈ નાંખી અને ર૪ કલાક સુકવી અને ત્યારબાદ ફરીવાર તેનો ઉપયોગ કરવો, સેનેટાઈઝ અને સાબુથી વારંવાર હાથ ધોવા. આવી તમામ પ્રકારની સાવચેતી અને તકેદારી રાખવામાં આવશે તો જ આપણે સલામત છીએ. હજુ તો કોરોના સહિતની આ બિમારી કયાં જઈને અટકશે અને કેટલાનો ભોગ લેશે તે નક્કી નથી. ત્યારે આપણે આપણી તકેદારી તો રાખીએ જ અને સાથે ઈશ્વર ઉપર પણ અતુટ શ્રધ્ધા રાખવી પડશે. કારણ કે કર્તા-કારવતાં ઈશ્વર છે અને તમામ મુશ્કેલીમાંથી પોત-પોતાના ઈષ્ટદેવ, ગુરૂઓ તેમજ કુળદેવી-કુળદેવતાઓ અને માતાજીની તેમજ સિધ્ધ સંતો અને ઓલીયા પુરૂષની મહેરબાની હોય તો જ આ કટોકટીકાળમાંથી આપણે સૌ પાર ઉતરશું. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકની જૂનાગઢ શહેરની જનતાને દર્દભરી અપીલ કે આપ સૌ સાવચેતી રાખો અને અમુલ્ય જીવનની રક્ષા કરો…
કોરોના અપડેટ : ૧૦૩ કેસ
ગઈકાલે બુધવારે વધુ ૮ કોરોનાનાં પોઝિટીવ કેસો આવતાં જૂનાગઢ જીલ્લામાં ૧૦૩ કેસો નોંધાયા છે. પ્રથમ અને બીજા લોકડાઉનમાં એક પણ પોઝિટીવ કેસ નહતો. પરંતુ પાંચમી મેથી જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં કેસોની એન્ટ્રી થઈ છે.
રોગચાળો
જૂનાગઢ જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૧,૧૧,૮૮ર લોકોનાં બ્લડ સેમ્પલ લઈ અને આરોગ્ય તપાસણી કરતાં જૂનાગઢ જીલ્લામાં રપ દિવસમાં મેલેરિયાનાં ૩૪, ડેન્ગ્યુનાં ૮ અને ચિકનગુનિયાના ર કેસ નોંધાયા છે.
માણાવદરમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ આવ્યા
માણાવદર તાલુકાનાં બાંટવા શહેરમાં બે કોરોનાના પોઝીટીવ રીપોર્ટ જાહેર થતાં સમગ્ર તાલુકામાં ચિંતાની લાગણી પ્રસરી છે. આમ તાલુકામાં કુલ ૬ કેસ નોંધાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews