જૂનાગઢ મહાનગરપાલિકામાં ભંગાર માટેનું ટેન્ડર પાસ કરાયું છે તેમાં ભંગારનો કેટલો જથ્થો, કેટલું વજન, કેટલી વસ્તુઓ છે? તે બાબતનો ઉલ્લેખ કરાયો ન હોય તેની જાહેર હરરાજી કરવા વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટરોએ જૂનાગઢ મનપા કમિશ્નરે રજૂઆત કરી માંગણી કરી છે. જૂનાગઢ વોર્ડ નં. ૧પના કોર્પોરેટર મધુબેન મસરીભાઈ ઓડેદરા, બ્રિજેશાબેન રમેશભાઈ ધુધલ અને જીવાભાઈ રાજશીભાઈ સોલંકીએ જૂનાગઢ મહાનગરપાલિકા કમિશ્નરને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે ભંગારના ટેન્ડરમાં ગેરરીતી આચરાઈ હોય તેમજ ભંગારનું વજન, જથ્થો અને કુલ વસ્તુનો ઉલ્લેખ કરાયો નથી. ભંગારની ટેન્ડરની રકમ કરતાં વધુ રકમનો ભંગાર છે તેથી અધિકારીઓનું પંચ નિમી તેની ચોક્કસ કિંમત આંકવા અને ટેન્ડરની રિ-ટેન્ડરીંગ પ્રક્રિયા કરવા માંગણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews