વેરાવળ પ્રાંત અધિકારીએ બીનખેતી પરવાનગી મેળવવા કરેલ ખોટા સોગંદનામા બદલ માણાવદરના શખ્સ સામે ફરીયાદ નોંધાવી

0

વેરાવળમાં ૬૦ ફૂટ રોડ ઉપરથી લગડી જેવી કિંમતી જમીનને સાત વર્ષ પૂર્વે બીનખેતી કરવા સમયે અરજીકર્તા મુળ માણાવદરના શખ્સે ખોટું સોગદનામું કરી જમીન અંગે કોઇપણ પ્રકારનો રેવન્યુ કે ન્યાયીક કોર્ટમાં કેસ ન હોવાનું જણાવેલ હતું. જો કે, આ જમીન અંગે તે સમયે રેવન્યુ કોર્ટમાં કેસ પ્રગતિમાં હોવાની ફરીયાદ થયેલ ત્યારબાદ તપાસના અંતે તે સાચું હોવાનું બહાર આવતા વેરાવળ પ્રાંત અધિકારીએ માણાવદરના શખ્સ સામે જાણતો હોવા છતાં ખોટું સોગંદનામુ કરવા અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર વેરાવળમાં ૬૦ ફૂટ રોડ ઉપર ચોઇસ બેકરી સામે આવેલ સર્વે નં.૬૫ નગરયોજના રચના નં.૧ મુખ્ય ફંડ નં.૮૯ અંતીમ ફંડ નં.૧૫૪ પૈકીની ૧૬૩૦ ચો.મી.ની ખુલ્લી કિંમતી લગડી જેવી જમીનને રહેણાંક હેતુ માટે બીનખેતી કરાવવા વિપુલ કનૈયાલાલ સોમૈયા (રહે.માણાવદરવાળા)એ ગીર સોમનાથ જીલ્લા કલેકટરને અરજી કરેલ હતી. જેને લેન્ડ-૧-સી-એન.એ.રજી.નં.-૧૮-૨૦૧૩ તા.૧૦-૩-૨૦૧૪થી બીનખેતી પરવાનગી હુકમ આપવામાં આવેલ હતો. જે પરવાનગી મેળવવા વિપુલ સોમૈયાએ તા.૨૭-૧૧-૨૦૧૩ના રોજ રૂ.૨૦ ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું રજુ કરેલ હતુ. જેમાં સોગંદનામાના મુદા નં.૩માં આ જમીનમાં હાલ કોઇપણ ન્યાયીક કોર્ટ કે રેવન્યુ કોર્ટમાં કોઇપણ જગ્યાએ કેસ અપીલ ચાલુ નથી તેવી ખાતરી આપતુ ખોટું સોગંદનામું તૈયાર કરી રજુ કરેલ હતું. જો કે આ જ સમયગાળા દરમ્યાન રેવન્યુ કચેરીમાં કેસ પ્રગતિમાં હોવા છતાં અરજીકર્તાએ સોગંદનામામાં ખોટી હકકીત જણાવેલ હતી. જેથી આવા કિસ્સામાં સરકારી અધિકારીને ગેરમાર્ગે દોરી છળકપટ કર્યાનું પુરવાર થયુ છે. જેથી અરજીકર્તા સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા ગીર સોમનાથ જીલ્લા કલેકટરના આદેશથી પ્રાંત અધિકારીએ ફરીયાદ નોંધાવવાની કાર્યવાહી કરી છે. જેથી ઉપરોકત વિગતો સાથે પ્રાંત અધિકારી વી.એમ. પ્રજાપતિએ અરજીકર્તા વિપુલ કનૈયાલાલ સોમૈયા સામે લેખીતમાં પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
શહેરમાં આવું જ બીજું કૌભાંડ થયુ હોવાની ચર્ચા અત્રે નોંધનીય છે કે, વેરાવળ શહેરના પોષ વિસ્તારમાં આવી જ અન્ય એક કિંમતી જમીન ઉપર કૌભાંડકારીઓ દ્વારા ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ખેડૂત ખાતેદાર તરીકેનું ખોટું સોંગદનામું રજૂ કરી ગેરકાયદે બિનખેતી કરાવેલ હોય અને શહેરના આ ચર્ચાસ્પદ જમીન કૌભાંડમાં પણ ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર સમક્ષ ફરીયાદ થતાં નોટીસ પણ ફટકારવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં આ જમીન કૌભાંડમાં પણ તંત્રની તવાઈ આવે તેવી પૂરેપૂરી સાંભવના વર્તાઈ રહી છે. હાલ તો ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર દ્વારા બિનખેતી પ્રકરણમાં ખોટું કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરતાં અન્ય કૌભાંડકારીઓના પગ નીચે રેલો આવતા દોડધામ મચી જવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!