પ્રભાસપાટણ અને સુત્રાપાડામાંથી પાના ટીંચતા ૧૦ શકુનીઓ ઝડપાયા

0

પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનના સતીષભાઇ ગોહીલ, મહેશભાઇ સહીતના પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન રામવાડી બહારના ભાગે જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડતા નવનીત અરજણભાઇ બામણીયા, સુબા મહમદભાઇ મન્સુરી, રમેશ વીજયભાઇ જાની, પ્રકાશ અરજણભાઇ બામણીયા રહે.પ્રભાસ પાટણ વાળાને રોકડા રૂ. ૧૦,રર૦ની સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત સુત્રાપાડા તાલુકાના બોસન ગામે બાવળના ઝાડની હેઠળ જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે રજનીભાઇ મોરી, માલદેભાઇ ભોળા સહીતના સ્ટાફે દરોડો પાડતા પરેશ પોલાભાઇ રાઠોડ (રહે. બોસન), રાજા દેવસીભાઇ રાઠોડ (રહે. બોસન), લખમણ વીરાભાઇ રાઠોડ (રહે. બોસન), બીલા કુંભાભાઇ બામણીયા (રહે.નવાગામ), લખમણ મેપાભાઇ ચાંડેરા (રહે.બોસન) અને લાખાભાઇ ઉર્ફે ભરત અરજણભાઇ વાજા (રહે.ગોરખમઢી વાળા)ને રોકડા રૂ.૧૧,૧૧૦ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!