ગીર સોમનાથ જીલ્લામાં અનલોક-૨ના દિશાનિર્દેશો જાહેર કરાયાં

0

ગીર સોમનાથ જીલ્લામાં અનલોક-૨ માટે ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશે જરૂરી છુટછાટ સહિત તકેદારીના ભાગરૂપે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. જેમાં ગીર સોમનાથ જીલ્લામાં આવેલ ઓડીટોરીયમ, ટાઉનહોલ, પાર્ટીપ્લોટ, લગ્નવાડી, સ્વીમીંગ પુલ, વોટરપાર્ક, ડાન્સ કલાસીસ, મેરેજ હોલ, સિનેમા, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, કલબ હાઉસ, બાગ-બગીચા, શોપીંગ મોલ, રવિવારી બજાર, ચોપાટી તથા ભીડ થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન કલાસ વિગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવું, ગીર સોમનાથ જીલ્લામાં કન્ટેનમેન્ટ ઝોન/માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયેલ હોય કે ભવિષ્યમાં જાહેર થાય તેમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખોલવા માટેનો સમય સવારના ૭ થી સાંજના ૭ કલાક સુધી રહેશે. આ સિવાયની તમામ આર્થિક પ્રવૃતિઓ માટે રાત્રીના ૮ સુધી અને રેસ્ટોરેન્ટો રાત્રીના ૯ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. લોક-ઈન ફેસેલીટી ધરાવતા ઉધોગો તથા સતત ચાલતી પ્રક્રિયાવાળા ઉદ્યોગો છૂટ-છાટના સમયગાળા સિવાયના સમય માટે પણ ચાલુ રાખી શકાશે. ખાનગી ઓફિસો તથા ઉદ્યોગો ૧૦૦ ટકા સ્ટાફ સાથે ચાલુ રાખી શકાશે.  ટુ વ્હીલરમાં ૨, ઓટોરીક્ષા/ટેક્સીમાં ડ્રાઈવર સહિત ૩ અને ફોર વ્હીલમાં ડ્રાઈવર સહિત ૩ વ્યક્તિઓ અને ૬ કે તેનાથી વધારે વ્યક્તિની સીટીંગ કેપેસીટીવાળા ફોર વ્હીલરમાં ડ્રાઈવર સહિત ૪ વ્યક્તિ અવર જવર કરી શકશે. ખાનગી/સીટી બસમાં ૬૦ ટકા કેપેસીટી સાથે ચાલુ કરી શકશે. મેળાવડા, લોકમેળા, સામાજીક, રમતગમત, ધાર્મિક તથા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈપણ પ્રસંગોનું આયોજન કરવું નહીં. લગ્ન માટે વર-કન્યા પક્ષના અને વિધિ કરનાર સહિત વધુમાં વધુ  ૫૦ વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરી શકશે. અંતિમયાત્રામા ૨૦ વ્યક્તિઓ જોડાઈ શકશે. ગીર સોમનાથ જીલ્લામાં રાત્રીના ૧૦ થી સવારે ૫ વાગ્યા સુધી કોઈએે મંજુરી વગર અવર-જવર કરવાની રહેશે નહીં.  જાહેરમાં માસ્ક ન પહેરવા અને થુંકવા બદલ રૂ.૨૦૦ નો દંડ વસુલવા પોલીસ, શહેરી વિસ્તારમાં ચીફ ઓફિસર અને ગ્રામ્ય વિસ્તારમાં ટીડીઓ કામગીરી કરશે. ગીર સોમનાથ જીલ્લોમાં તમામ વેપારીઓ, ઉદ્યોગોએ કોવીડની ગાઇડલાઇન્સો મુજબ સોશ્યલ ડીસ્ટન્સ સહિતની શરતોનું પાલન કરવાનું રહેશે. આ હુકમ તાત્કાલીક અસરથી તા.૩૧ જુલાઇ સુધી લાગુ રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!