ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડામાંથી કોરોના પોઝીટીવના ૩ કેસ સામે આવ્યાં

સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાઓ કરતા ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાની સંક્રમણની રફતાર ધીમી જોવા મળી રહી છે તેમ છતાં જીલ્લામાંથી નિયમિત કોરોનાના કેસો મળી રહયા છે. છેલ્લા બે દિવસથી જીલ્લામાં એક પણ કેસ મળી આવેલ ન હતો. દરમ્યાન ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા શહેરમાંથી એક અને તાલુકાના  બે ગામોમાંથી બે લોકો કોરોના પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થયુ હતુ. ગઈકાલે સુત્રાપાડામાં અનુરાગ નગરમાં રહેતા ૫૬ વર્ષીય પુરૂષ પોઝીટીવ આવેલ છે. તેમની મહુવા (ભાવનગર)ની ટ્રાવેલ હીસ્ટ્રી બહાર આવી છે. જયારે સુત્રાપાડા તાલુકાના ટોબરા ગામનો ૨૭ વર્ષીય યુવાન કોરોના પોઝીટીવ આવેલ છે. તેની સુરતની ટ્રાવેલ હીસ્ટ્રી બહાર આવી છે.
જયારે હરણાસા ગામે રહેતી ૩૦ વર્ષીય આશાવર્કર મહિલા કોરોના પોઝીટીવ આવી છે. આ મહિલાની કોઇ ટ્રાવેલ હીસ્ટ્રી ન હોય સ્થાનીક ચેપ (સંક્રમણ) લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. આ ત્રણેય દર્દીઓને સારવાર અર્થે વેરાવળમાં કોવીડ હોસ્પીટલ ખાતે ખસેડવા અને ત્રણેય દર્દીઓના સંપર્કો સહિતની વિગતો એકત્ર કરવા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલના મળી કોરોના પોઝીટીવના કુલ ૮૫ કેસ આવ્યા છે. જેમાંથી
૨૯ એક્ટીવ કેસ છે અને ૫૫ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડીસ્ચાર્જ કરી દેવાયા છે. જયારે ૧ દર્દીનું મોત થયુ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!