કેશોદ પ્રેસ કલબનાં હોદેદારોની બિનહરીફ વરણી

કેશોદ પ્રેસ ક્લબની બે વર્ષ પહેલા રચના કરવામાં આવી હતી ત્યારે પ્રેસ કલબના હોદેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં પ્રેસ કલબના પ્રમુખ તરીકે ગોવિંદ હડિયાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તાજેતરમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા રીપોર્ટરોની પ્રેસ કલબના નવા સંગઠનના હોદ્દેદારોની વરણી માટે પ્રેસ કલબના હોદેદારોની મીટીંગ મળી હતી જેમાં કેશોદ પ્રેસ કલબના પ્રમુખ તરીકે ગોવિંદ હડિયા, ઉપપ્રમુખ ચેતન પરમાર (સી. કે.), મંત્રી જય વિરાણીની સર્વાનુમતે બીજી વખત બિનહરીફ વરણી કરવામાં આવી છે. જ્યારે કેશોદ પ્રેસ કલબના મહામંત્રી તરીકે કેશોદના પીઢ પત્રકાર કિશોરભાઈ દેવાણીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમજ ગિરીશભાઈ દવે, પ્રવિણભાઈ કરંગીયા, રાજુભાઈ પંડયા, જગદીશ યાદવ, અશોકભાઈ રેણુંકા, હરેશભાઈ જોષી, કમલેશભાઈ જોષી સહીતના હોદેદારોની કેશોદ પ્રેસ કલબના કારોબારી સભ્યો તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!