રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકનાં ડિરેકટર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું છે કે, બેંકની ચૂંટણી જાહેર થઈ છે. ૧૭ બેઠકોની ચૂંટણી માટેનું જાહેરનામુ બહાર પડયું છે. ખેડૂતોનાં હિતમાં કાર્યરત બેંકની ૧૭ બેઠક બિનહરીફ કરીને ખેડૂતલક્ષી કાર્યો કરવા એજ બેંકનું ધ્યેય છે. જયેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જીલ્લાનાં ખેડૂતોનો ભરોસો સહકારી ક્ષેત્ર અને સહકારી બેંક ઉપર છે તે કાયમી જળવાઈ રહે તેવા પ્રયત્નો બેંક દ્વારા કરવામાં આવશે. રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક ખેડૂતોનાં હકક માટે કાર્ય કરતી સંસ્થા છે. સમગ્ર ભારતમાં જયારે ખેડૂતોને ધિરાણ મળતું ન હતું ત્યારે પણ બેંક દ્વારા ખેડૂતોને મદદ કરવામાં આવતી હતી. ત્યારે રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકની ચૂંટણી જાહેર થતા તેનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી તા.૭થી થશે જયારે ર૬ જુલાઈનાં રોજ ૧૭ બેઠકો માટે મતદાન યોજાશે. ચૂંટાયેલી બોડીની મુદત હાલમાં પુરી થઈ હતી. કોરોના મહામારીને કારણે ચૂંટણીની મુદતમાં વધારો કરાયો હતો. બેંકનાં ચેરમેન અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે મોટાભાગની બેઠક બિનહરીફ થશે. જયારે સહકારી વિભાગ બેઠક ઉપર ચૂંટણી થાય તેવી શકયતા છે. બેંક છેલ્લા
૬ વર્ષથી ખેડૂતોને ‘૦’ ટકા ધીરાણ આપે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews