ભેંસાણનાં ખંભાળીયા ગામે મારી નાંખવાની ધમકી આપતાં સામસામી ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં ખંભાળીયા ખાતે રહેતાં દાનાભાઈ ખોડાભાઈ સોલંકીએ પોલીસમાં આ કામનાં આરોપી રાકેશ હીંમતભાઈ સોલંકી તથા કૌશીક હીમંતભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદીને ગાળો કાઢી ડાબા કાન ઉપર પાટુ મારી તથા આરોપી કૌશીક સોલંકીએ ફરીયાદીનાં ભાઈ સાહેદ ગેલાભાઈ સોલંકીને ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આ બનાવ અંગે સામાપક્ષે પણ ભરતભાઈ હીંમતભાઈ સોલંકીએ ગેલાભાઈ ખોડાભાઈ સોલંકી, દાનાભાઈ ખોડાભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ સાહેદ રાકેશ સોલંકીને ગાળો કાઢી તથા ઢીકાપાટુનો માર મારતા ફરીયાદીને તેને છોડાવવા જતાં આરોપીઓએ પોતાની પાસે રહેલ લાકડી વડે ફરીયાદીને કપાળનાં ભાગે મારતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!