જૂનાગઢમાં જુના મનદુઃખે મારામારી થતાં સામસામી ફરીયાદ નોંધાઈ

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં કણજા ગામ નજીક કોળીવાસ ખાતે રહેતાં વનીતાબેન મહેશભાઈ ઉર્ફે ટેસ્ટી બાબુભાઈ વાઘોરાએ પોલીસમાં આ કામનાં આરોપી વિપુલ શાદુરભાઈ ગોહેલ, કૌશીક શાદુરભાઈ ગોહેલ, કારાભાઈ મોહનભાઈ ગોહેલ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદી મહિલા બહેન દ્વારા આજથી ચારેક વર્ષ પહેલાં ઘરેથી ભાગી જઈને પોતાના પતિ સાથે પ્રેમલગ્ન કરેલ હોય જે વાતનું ફરીયાદીનાં કુટુંબીજનોને સારૂં ન લાગતા જેનું મનદુઃખ રાખી આ કામનાં આરોપીઓએ જેમાં ફરીયાદીનાં મોટાબાપુનાં બે દિકરા તથા કાકાએ ફરીયાદીનાં ઘરે આવી ફરીયાદી બેનને ગાળો કાઢી અને વીપુલ ગોહેલએ લાકડી વડે તથા કૌશીક ગોહેલએ લોખંડનાં ધારીયાનો એક ઘા મારી તથા ત્રણેય આરોપીઓએ ફરીયાદીને તથા તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આ બનાવ અંગે સામા પક્ષે પણ વિપુલ સાદુરભાઈ ગોહેલએ વનીતાબેન વાઘોરા તથા મહેશભાઈ ઉર્ફે ટેસ્ટી વાઘોરા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી ગામમાં જતા એ વખતે રસ્તામાં આ કામનાં આરોપી વનીતાબેન વાઘેરાએ વીના કારણે ફરીયાદીને જેમફાવે તેમ ગાળો બોલી અને આરોપી મહેશભાઈ વાઘેરાએ ફરીયાદીને નાક ઉપર લાકડીનો ઘા મારી ઈજા કરી તેમજ અગાશી ઉપરથી છુટા પથ્થરનો ઘા મારી પેટમાં તથા પગમાં ઈજા કરી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે બંને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!