જૂનાગઢ જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જુલાઈ માસમાં ઓનલાઇન ભરતી મેળાનું આયોજન થશે

0

હાલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા સમગ્ર દેશમાં સામાજિક અંતર જાળવવાનું જરૂરી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના તમામ રોજગાર વાંચ્છુઓને રોજગારી મળી રહે તે હેતુથી જુલાઈ મહિનામાં ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન ભરતી મેળામાં ભાગ લેવા માટે  લીંક ઉપર રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની તમામ વિગતો લીંક પર ભરવાની રહેશે તથા આપેલ લીંક ઉપર નોકરીદાતાની વિગતો તથા ભરતી મેળાની તારીખ આપવામાં આવેલ છે. નોકરીદાતા દ્વારા ડિજિટલ માધ્યમ ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે જેની નોંધ ઉમેદવારોએ લેવી. ભરતી મેળાની લીંક ઉપર સંપર્ક કરવા રોજગાર અધિકારી જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!