જૂનાગઢ શહેરમાં અલંકાર ટોકીઝ પાસે આવેલાં અજીત ગેસ સર્વિસનાં સંચાલક દ્વારા મહાનગરપાલિકાનાં કમિશ્નરને એક પત્ર પાઠવી અને આવશ્યક સેવા એવા રાંધણ ગેસનાં સિલિન્ડરને સપ્લાય કરવા માટે રસ્તાની પડતી મુશ્કેલી અંગે તાત્કાલિક અસરથી પગલાં લેવાની માંગણી કરી હતી અને જ્યાં આ ગેસ એજન્સીનું ગોડાઉન છે ત્યાંનાં રસ્તાની મરામત તાત્કાલિક કરવાની માંગણી કરી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર અજીત ગેસ જૂનાગઢ શહેરનાં માર્કેટીંગ યાર્ડ નજીક ગેસ સિલિન્ડરનું ગોડાઉન ધરાવે છે અને આ વિસ્તારમાં અગાઉ કરેલ પાઈપલાઈન ફીટીંગનાં કામકાજનાં સંદર્ભમાં આ ગેસ એજન્સીનાં સિલિન્ડરનાં ટ્રકો ગોડાઉન સુધી પહોંચી શકતાં નથી અને ત્યાંથી સિલિન્ડર સપ્લાયર અને ડિલેવરી વાહનો આવી-જઈ શકતા નથી જેથી ગેસ ઘારક ગ્રાહકોને રાંધણ ગેસની આવશ્યક સેવા પુરી પાડવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે ત્યારે આ બાબતે તાત્કાલિક અસરથી પગલાં લઈ અને અજીત ગેસ એજન્સીનાં ડિલેવરી વાહનો તથા ટ્રકો સહેલાઈથી આવી જઈ શકે તે બાબતે જરૂરી રસ્તા રિપેરીંગ કરાવી આપવા અને યોગ્ય વ્યવસ્થા થાય તે માટેનાં પગલાં વહેલી તકે ભરવા અગાઉ અનેક વખત માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાઈપ લાઈન નાંખ્યા બાદ હાલ વરસાદી માહોલથી આ વિસ્તારમાં કાદવ-કીચડનું સામ્રાજય ફેલાઈ જવાથી ડીલેવરીમેનની રીક્ષા તેમજ બહારથી આવતી ગેસની ગાડીઓ ગોડાઉનનાં સ્થળ સુધી પહોંચી શકતી નથી. તેથી આ બાબતે તાત્કાલીક સત્તાધીશો દ્વારા યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો સમગ્ર જૂનાગઢમાં અજીત ગેસનાં ગેસ ઘારકોને ગેસ પહોંચાડવામાં તકલીફ પડે તેમ છે, અને ના છુટકે ગ્રાહકોને ગેસ આપવાનું બંધ કરવામાં આવશે તેમ અજીત ગેસનાં સંચાલક જીતેન્દ્રભાઈ સંઘાણીની એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews