જૂનાગઢ શહેરમાં સિટી બસની સેવા પુર્નઃ શરૂ કરવાની પૂર્વ કોર્પોરેટર મુકેશ ધોળકીયાની માંગણી

0

જૂનાગઢ શહેર મનપાના પૂર્વ કોર્પોરેટર મુકેશ ધોળકિયાની એક અખબારી યાદી જણાવે છે કે જૂનાગઢ શહેરમાં છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ચાલતી સીટી બસ સેવા અચાનક મહાનગરપાલીકા દ્વારા બંધ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરની અંદર આઝાદચોકના મધ્યમાં આવેલ સીટી બસ સ્ટેશન જરૂરીયામંદો શ્રમજીવીઓ, નોકરીયાત, વિદ્યાર્થીઓ, કામદારો, વૃધ્ધજનો અને મહિલાઓ શહેરના દુર દુર સુધી આવેલા વિસ્તારો જેવા કે સાબલપુર, સરગવાડા, દોલતપરા, ખલીલપુર રોડ, ખામધ્રોળ, ટીંબાવાડી, જાશીપરા, આંબેડકર નગર, ઈવનગર, પ્લાસવા, પાદરીયા, ગાંધીગ્રામ જેવા અનેક વિસ્તારોમાં અવરજવર કરી રહ્યા હતા અને શહેરમાં એક દાયકાથી ચાલી સીટી બસની સેવાની સૌથી મોટી સિધ્ધી એ હતી કે સિટી બસના સંચાલકો વર્ષોથી માત્ર પાંચ રૂપિયામાં શહેરના જુદા જુદા તમામ વિસ્તારોમાં લોકોને મુસાફરી કરાવતા હતા. પ્રતિદિન ૭૦૦૦ જેટલા લોકો આ સીટી બસની અંદર શહેરના અલગ અલગ વિસ્તારમાં માત્ર રૂ.પાંચમાં અવરજવર કરતા હતા. આ સીટી બસની સેવા જરૂરીયાત મંદો માટે જીવાદોરી સમાન હતી. મનપાનો દરજજા મળ્યા પછી શહેરમાં સુવિધાઓ વધારવાને બદલે જે સુવિધા હતી તેને બંધ કરી દેવાનું શાસક પક્ષને કોઈ અધિકાર નથી તેમ ભારપૂર્વક જણાવતા પૂર્વ કોર્પોરેટર મુકેશ ધોળકિયાએ જણાવ્યું હતું. અચાનક સિટી બસ સેવા બંધ કરી દેવાનું કારણ જૂનાગઢની જનતાને સમજાયું નથી. તેનો ખુલાસો કરવા હાલના શાસકોને કહેવામાં આવ્યું છે અને શહેરમાં સિટી બસ સેવા પુર્નઃ શરૂ કરવા માંગણી કરવામાં આવી છે. મનપાના કમિશ્નરને લખાયેલા એક પત્રમાં આવી સુવિધા તાત્કાલીક શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. પ્રતિદિન આશરે ૭ હજારથી વધુ અવરજવર કરતા પ્રવાસીઓ આમ અચાનક સીટી બસ સેવા બંધ કરી દેવામાં આવતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હાલની કોરોનાની મહામારીના સમયમાં સીટી બસની સેવા શરૂ ન થઈ શકે તે સમજી શકાય તેમ છે પરંતુ હાલના સિટી બસના સંચાલકોનો સીટી બસ ચલાવવાનો કોન્ટ્રાકટનો સમય પુરો થયો હોય તો મનપા દ્વારા શહેરમાં સિટી બસ શરૂ કરવા માટેનું નવું ટેન્ડર બહાર પાડે અથવા તે અંગેની કામગીરી તાત્કાલીક શરૂ કરે તેવી પણ માંગણી પત્રમાં કરવામાં આવી છે.
મનપાની અનિચ્છા કારણભૂત!
જયારે જનજાગૃતિ સમિતિના સંયોજક પ્રવિણ મકવાણાએ પણ મનપાના પદાધિકારીઓ તથા અધિકારીઓની અનિચ્છાથી સીટી બસ સેવા છીનવાઈ ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!