ગીર સોમનાથ જીલ્લામાં બે વ્યકિતઓ કોરોના પોઝીટીવ આવ્યા

0

ગીર સોમનાથ જીલ્લામાં બે વ્યકિતઓને કોરોના પોઝીટીવ આવ્યો છે. જયારે જીલ્લામાં સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓએ કોરોનાને મહાત આપી સ્વસ્થ થઈ જતા રજા આપી દેવામાં આવી છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૮૭ કેસ આવ્યા છે. જેમાંથી ૨૮ એક્ટીવ કેસ છે અને ૫૮ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડીસ્ચાર્જ કરી દેવાયા છે. જયારે
૧ દર્દીનું મોત થયું છે.. દરમ્યાન જીલ્લામાં તાલાલા અને કોડીનારમાંથી એક-એક કોરોના પોઝીટીવ કેસ આવ્યો છે. જેમાં તાલાલા તાલુકાના ગુંદરણ ગામે રહેતા ૬૫ વર્ષીય મહિલા કોરોના પોઝીટીવ આવતા સારવાર અર્થે જૂનાગઢ સીવીલમાં દાખલ થયેલ છે. જયારે કોડીનારના વિરાટનગરમાં રહેતા ૫૫ વર્ષીય મહિલા પણ કોરોના પોઝીટીવ આવતા સારવાર અર્થે વેરાવળ સીવીલમાં દાખલ કરાયેલ છે. આ બંન્ને પોઝીટીવ આવેલ મહિલાને ચેપ કયાંથી લાગ્યો તેની માહિતી મેળવવા આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. જીલ્લામાં કોરોનાની સારવાર હેઠળ રહેલા ૨૯ દર્દીઓ પૈકી ગીરગઢડા તાલુકાના ધોકડવાના એક જ પરીવારના ત્રણ સભ્યોએ દસેક દિવસની સઘન સારવાર બાદ કોરોનાને મહાત આપી સ્વસ્થ બની જતા ગઈકાલે ત્રણેયને રજા આપી દેવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!