ઉના ફાયરીંગ પ્રકરણમાં પોલીસમાં ફરિયાદો નોંધવી શરૂ થઈ

0

નગરપાલિકાની ચૂંટણીના મનદુઃખથી સવા મહિના પહેલા પાલિકાના પ્રમુખ કાળુભાઇ ચનાભાઇ રાઠોડ ઉપર ફાયરીંગની પોલીસ ફરીયાદ બાદ ગઇકાલે સામે પક્ષે પાલિકા પ્રમુખ કાળુભાઇ ચનાભાઇ રાઠોડ, દીપકભાઇ બાબુભાઇ બાંભણીયા, અજય, રાકેશ ઉર્ફે ધોની તથા મીતેશ શાહ સામે મહેશભાઇ ભગવાનભાઇ બાંભણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવેલ છે. ફાયરીંગ પ્રકરણમાં સામે પક્ષે મહેશભાઇ ભગવાનભાઇ બાંભણીયાએ નોંધાવેલ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે, ગત નગરપાલીકાની ચૂંટણીમાં હાલ વર્તમાન પાલિકા પ્રમુખ કાળુભાઇ ચનાભાઇ રાઠોડની સામે પોતાના ભાભી લાભુબેન અને મોટાભાઇ યોગેશભાઇ પણ તેના પરિવારની સામે ચૂંટણીમાં ઉભા હતા જેની દાઝ રાખી, વારંવાર ઝગડાઓ કરી, હુમલા કરતા તેના મનદુઃખના કારણે આરોપીઓએ ફરીયાદી તથા સાહેદ યશવંતભાઇ, રવિભાઇને ગાળો આપી માર મારતા ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા કાળુભાઇ ચનાભાઇએ પિસ્તોલથી ફરીયાદી મહેશભાઇ બાંભણીયાને મારવાની કોશિષ કરતા ફરીયાદીએ પ્રતિકાર કરતાં તેને પેટના ભાગે બે ગોળી તથા ડાબા ખંભાના બાવડામાં એક ગોળી મારી ગંભીર ઇજા કરેલ અને આરોપી કાળુભાઇ ચનાભાઇ તથા દીપક બાબુએ પોતાની પાસેની પિસ્તોલમાંથી ફાયરીંગ કરતા સાહેદ યશવંત તથા રવિને શરીરે ઇજાઓ કરી આરોપીઓએ ગુન્હામાં એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!