જૂનાગઢ વેપારી મિત્રોને સંપૂર્ણ સાવચેતી સાથે નિયમનું પાલન કરવા અનુરોધ

જૂનાગઢ કિરાણા મરચન્ટ એશો.નાં પ્રમુખ બિપીનભાઈ સોઢાએ દાણાપીઠના તથા કિરાણાના વેપારીઓને જાણ કરતી એક અખબાર યાદી જાહેર કરી છે જેમાં જણાવેલ છે કે હાલનાં કોરોના મહામારીનાં સમયમાં સાવચેતી અને તકેદારી રાખવી જરૂરી છે અને જેને લઈને એક નિયમ ઘડવામાં આવ્યો છે કે સવારે ૮ થી બપોરે ર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. તેમજ માલ ડિલેવરી કરવાનો સમય બપોરે ર થી ૩ વાગ્યાનો છે. એસો.નાં સભ્યને આ સમય પહેલાં દુકાન વધાવીને જવું હોય તો પણ જઈ શકે છે.  દુકાન ઉપર વેપારનાં કામકાજનાં સમય દરમ્યાન માસ્ક પહેરીને વેપાર કરવો, ગ્રાહકે ફરજીયાત માસ્ક પહેરવું તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું અને દરેક દુકાન ઉપર સેનેટાઈઝર ઉપલબ્ધ રાખવા અને સંપૂર્ણ સાવચેતી જાળવવા અનુરોધ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!