કેશોદનાં બાલાગામ ખાતે ૩પ વર્ષિય મહિલા ઉપર બળાત્કાર ગુજારી તેનાં પતિને મરવા મજબુર કરતાં ફરીયાદ

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં બાલાગામ ખાતે રહેતી એક મહિલા સાથે તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારી અને આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપેલ દરમ્યાન આ મહિલાનાં પતિને કહેલ કે, તારી પત્નીને ઉપાડી ગયેલ હતો અને ફરીથી પાછી ઉપાડી જઈશ તારાથી થાય તે કરી લેજે તેમજ તને સમાજમાં મોઢું બતાવવા જેવો નહીં રહેવા દઉ તેવી પણ ધમકીઓ આપી અને મરવા માટે મજબુર કરતાં આજથી બે માસ પહેલાં આ મહિલાનાં પતિએ પોતાનાં હાથે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધેલ હોય જે બનાવનાં અનુસંધાને મરણજનારનાં પત્નીએ ગઈકાલે પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કેશોદ તાલુકાનાં બાલાગામ ખાતે રહેતાં એક પરિવારની ૩પ વર્ષિય મહિલાએ પોલીસમાં આ કામનાં આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે કાનો ડાયાભાઈ માવદીયા (રહે.હાલ બાલાગામ)વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદી સાથે પ્રેમસંબંધ રાખેલ હોય જે બાબતે આ કામના મરણજનાર ફરીયાદીનાં પતિ આ બાબતે આરોપીને સમજાવવા જતા આરોપીએ ગાળો આપી કહેલ કે તને સમાજમાં મોઢું બતાવ્યા જેવું નહિં રહેવા દઉં તેવી ધમકી આપી ફરીયાદીને રાજકોટ બોલાવી ત્યાંથી ભેંસાણ તાલુકાનાં બરવાળા ગામે લઈ જઈ ત્યાં ફરીયાદી મહિલા સાથે તેની મરજી વિરૂધ્ધ બળજબરીપૂર્વક શારીરીક શોષણ કર્યુ હતું.
પતિને ધમકીઓ આપી મરવા માટે મજબુર કરતા મહિલાનાં પતિ હરસુખભાઈ રામભાઈ ડાકીએ પોતાની મેળે બનાવથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ અને જીવનનો અંત આણી લેતાં આ બનાવનાં સંદર્ભમાં જીતેન્દ્ર ઉર્ફે કાનો ડાયાભાઈ માવદીયા વિરૂધ્ધ મહિલાનાં પતિને મરવા માટે મજબુર કર્યા અંગેની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!