જૂનાગઢમાં પરીણિતાને દુઃખ ત્રાસ આપી મરવા મજબુર કરતાં ફરીયાદ નોંધાઈ

જૂનાગઢનાં પોલીસ ટ્રેનીંગ કોલેજ કેમ્પસ ખાતે રહેતાં દેવાભાઈ શકરાભાઈ મહાવદીયાએ પોલીસમાં આ કામનાં આરોપી વિપુલભાઈ ચનાભાઈ સોલંકી, ચનાભાઈ સોલંકી, વીરૂબેન ચનાભાઈ સોલંકી તથા શાંતીબેન શૈલેષભાઈ ચાવડા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીની દિકરી મરણ જનાર સપનાબેન વિપુલભાઈ સોલંકીનાં એક વર્ષને એક મહિના પહેલા લગ્ન થયેલ હોય અને તેના પતિને બીજે લવમેરેજ કરવા હોય પરંતુ પોતાના પરિવારજનોનાં લીધે મરણજનાર સાથે લગ્ન કરેલ હોય જેના લીધે મરણજનારને તેના પતિ વિપુલભાઈ સોલંકી સાથે કજીયો-કંકાશ રહેતો હોય અને મરણજનાર સપનાબેન સોલંકીને આરોપી ચનાભાઈ સોલંકી, વિરૂબેન સોલંકી વગેરેએ અવારનવાર ધમકાવી માનસીક દુઃખ ત્રાસ આપતા હોય જેના લીધે મરણજનાર પોતાના પીયરે રીસામણે આવતા રહેતા આરોપી નણંદ શાંતીબેન શૈલેષભાઈ ચાવડાએ તેના પીયરમાં આવી મરણજનાર સપનાબેનને મેણાટોણા મારી તથા ફરીયાદી સાહેદો સાથે ઝઘડો કરી મરણજનારને ધમકાવી જતા રહેલ હોય અને જેના લીધે મરણજનાર સપનાબેન સોલંકીને લાગી આવતા પોતાની મેળે ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા આ કામનાં આરોપીઓએ મરણજનારને મરવા મજબુર કરી ત્રાસ આપી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!