ગુજરાતમાં ૬પ લાખ પરિવારોને મફત અનાજ વિતરણ અંગેની પુરવઠા તંત્રને કોઈ જાણ નહી !

0

કોરોના વિપદામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૮૦ કરોડ ગરીબ-મધ્યમ લોકોને નવેમ્બર સુધી મફત અનાજ આપવાની કરેલી જાહેરાત બાદ પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં અમલવારી થવાની કોઈ સૂચના નહિં મળતા ગુજરાતના ૬૫ લાખ પરિવારોને મફતમાં અનાજ મળવા અંગે શંકા કુ-શંકા જન્મી છે. ગુજરાતનાં દરેક જીલ્લામાં પુરવઠા તંત્રએ સસ્તા અનાજના પરવાનેદારો પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કરતાં મફત અનાજ વિતરણમાં રોન નિકળે તેવી ચર્ચાએ જોર પકડયું છે. ગુજરાત સરકાર અને અધિકારીઓ વચ્ચે કોઈપણ જાતનો સંકલન ન હોવાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ગરીબ અને મધ્યમ વર્ગને નવેમ્બર મહિના સુધી વડાપ્રધાન કલ્યાણ યોજના અંતર્ગત દર મહિને પાંચ કિલો ઘઉં-ચોખા અને કિલો ચણા આપવાની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત બાદ પણ રાજ્ય સરકાર દ્વારા મફત અનાજ વિતરણ અંગેની કોઈ સૂચના પૂરવઠા અધિકારીને આપી નથી. આથી ચાલું મહિનાથી સરકાર દ્વારા વધારાનું મફત અનાજ વિતરણ ગરીબોને મળે કે નહિં તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. ગુજરાતભરની સસ્તા અનાજના પરવાનેદારો પાસેથી જણસી લેવા માટે ચલણ અને પૈસા ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. સસ્તા અનાજના દુકાનદારો પાસેથી પૈસા લેવાતા ગરીબ પરિવારોને મફતમાં અનાજ નહિં મળે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. આ મામલે આજે કેટલાક સસ્તા અનાજના દૂકાનદારો પૂરવઠા કચેરીમાં દોડી આવ્યા હતા. પૂરવઠા અધિકારીઓએ જણાવ્યું હતું કે, જૂલાઈમાં મફત અનાજના વિતરણની સરકારમાંથી સૂચના આવી નથી. આથી સસ્તા અનાજના દૂકાનદારો પાસેથી ચલણ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો, સરકારમાંથી આદેશ આવશે તો સસ્તા અનાજના દૂકાનદારો પાસેથી લેવામાં આવેલ પૈસા રિફંડ કરી દેવામાં આવશે. છેલ્લા ત્રણ મહિના દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા દરમહિને અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને રાજ્ય સરકાર દ્વારા મફત અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરમાં લાખો રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ અને મે મહિના દરમ્યાન એપીએલ-૧ રેશનકાર્ડ ધારકોને મફત અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. તે પછી એપીએલ-૧ રેશનકાર્ડ ધારકોને અનાજ બંધ કરવામાં આવ્યું છે. ત્યારે અનાજ માટે મોટી સંખ્યામાં કાર્ડધારકો ઉમટી રહ્યા છે. વડાપ્રધાનની જાહેરાત બાદ સરકાર દ્વારા મફત અનાજની સૂચના નહિં આપવામાં આવતા સસ્તા અનાજના દૂકાનદારો મુંઝવણમાં મુકાઈ ગયા છે. દરેક જીલ્લાનાં પુરવઠા તંત્ર દ્વારા તમામ સસ્તા અનાજના દૂકાનદારોને ફરજીયાત જણસી લેવાના ચલણ ભરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. આથી રાજયનાં પુરવઠા સરકારી તંત્રમાં ઢમઢોલ માહે પોલમપોલ જેવો ઘાટ સર્જાયો છે. મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવે છે. પરંતુ તેની અમલવારી કરવામાં સરકારી તંત્ર નિષ્ફળ રહે છે. મહિનાનો સમય વિતી ગયો હતો. આમ સરકાર અને અધિકારીઓ વચ્ચેનાં સંકલનના અભાવને કારણે જનતાનો ખો નિકળી રહ્યો છે. પરિપત્ર નહીં મળતા અમલવારી નહીં વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબ તથા મધ્યમ પરિવારને ઘઉં, ચોખા અને ચણાનું દર મહિને વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાનની જાહેરાત બાદ પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં નહિં આવતા ચાલું મહિનાથી જ ગરીબ-મધ્યમ વર્ગને વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાનો અનાજનો જથ્થો મળવાથી વંચિત રહ્યા છે. જોકે અધિકારીગણ એવું જણાવી રહ્યા છે કે પરિપત્ર મળશે એટલે અનાજ વિતરણ કરી દેવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!