જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જીલ્લાનાં પોલીસ વડા સૌરભસિંઘની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ કોરાના વાયરસ મહામારીમાં લોકડાઉન દરમ્યાન લૂંટ, બળજબરીથી કઢાવી લેવાનાં ગુના સબબ પાસા જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ચેતન ઉર્ફે સુલી નાનજીભાઈ ચાવડા (રહે. મધુરમ) વિરૂધ્ધ ત્રણ ગુનાઓ નોંધાયેલ જેથી પાસાનાં વોરન્ટનાં આધારે જૂનાગઢ જેલમાંથી કબ્જા લઈ સુરત જેલ ખાતે મોકલી આપેલ છે. ચેતન ચાવડા વિરૂધ્ધ ર૦૧૭ની સાલમાં ચુંટણીલક્ષી કાર્યવાહીમાં આવેલ બીએલઓ સાથે ફરજમાં રૂકાવટનો ગુનો તેમજ ર૦ર૦ની સાલમાં ખંડણીનાં બે ગુના તથા એક લૂંટના ગુનામાં પકડાયેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews