Thursday, January 21

જૂનાગઢમાં સ્વ. નારસિંહભાઈ પઢીયારની દ્વિતીય પૂણ્યતિથી નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

ભાજપના દિગ્ગજ આગેવાન સ્વ.નારસિંહભાઈ પઢીયારની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેનો પ્રારંભ કેબિનટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને ક્રાંતિકારી સંત પૂ મુક્તાનંદજી મહારાજે પ્રારંભ કરાવ્યો હતો. જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના અડીખમ આગેવાન સ્વ. નારસિંહભાઇ પઢીયારની બીજી પુણ્યતિથિ નિમિત્તે રેડક્રોસ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટા પીરબાવા તનસુખગીરી મહારાજ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા. જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, સ્થાયી સમિતિના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, શશીકાંત ભીમાણી સંજયભાઈ કોરડીયા, ડો. ડી. પી. ચીખલીયા સહિત શહેરના અગ્રણીઓ, પઢીયાર પરિવારના શુભેચ્છકો, મિત્રોએ કેમ્પમાં રક્તદાન કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!