ચાતુર્માસના પ્રારંભ સાથે જ ચાર માસ દરમ્યાન ધાર્મિક તહેવારોની ઉજવણી શરૂ થશે. ચોમાસાના પ્રારંભે જ અષાઢ મહિનામાં ગૌરીવ્રત ચાલી રહેલ છે. હાલ ચાલી રહેલા ગૌરીવ્રતમાં કુંવારીકાઓ વહેલી સવારે ઉઠી અને ગૌરીમાનું પૂજન, અર્ચન કરી આરાધના કરે છે. ગૌરીવ્રતમાં જવારાને અબીલ, ગુલાલ અને નાગલા ચડાવી પૂજા કરવામાં આવે છે. ગૌરીવ્રતનો બાળાઓમાં અનેરો આનંદ જાવા મળી રહેલ છે અને આધ્યાત્મક વાતાવરણ સર્જાયું છે. બાળાઓ ગૌરીવ્રતના દિવસોમાં આનંદ, મસ્તી કરતી જાવા મળી રહેલ છે. તાજેતરમાં કોરોનાની મહામારીને કારણે શાળાઓ બંધ રહેલ છે ત્યારે બાળાઓ ગૌરીવ્રતનો વિશેષ ધાર્મિક પૂજનનો લહાવો લઈ રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews