જૂનાગઢ સરકારી હોસ્પીટલમાં ક્રિટીકલ કોરોના દર્દી ઉપર ઈન્જેકશન ટોસીલિઝુમેબનું સફળ પરીક્ષણ

0

જૂનાગઢ જીલ્લામાં સૌ પ્રથમ વખત સિવિલ હોસ્પીટલ ખાતે કોરોના આઇ.સી.યુ.માં “ઇન્જેક્શન ટોસીલિઝુમેબ”નું ક્રિટીકલ કોરોના દર્દીમાં સફળ પરીક્ષણ કરેલું છે. ડો. રાહુલ હુંબલએ જણાવ્યું હતું કે, આજે ૩૭ વર્ષનાં એક એવા કોરોના દર્દીને રજા આપી રહ્યા છીએ કે જેની સારવાર રૂપે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોરોના આઈ.સી.યુ.માં સારવાર દરમ્યાન આ દર્દીનાં લક્ષણો ઝડપી ગતીએ વધી રહ્યા હતા, ઓકસીજનની જરૂરિયાત સતત વધી રહી હતી, છાતીનાં સિટી સ્કેનમાં ફેફસા ચેપગ્રસ્ત હતા અને ઇન્ફ્‌લામેટરી માર્કર વધુ જણાતા ઇન્જેક્શન ટોસીલિઝુમેબનો ઉપયોગ કરવામાં આવ્યો અને ૨ થી ૩ દિવસમાં દર્દીની ઓકિસજન જરૂરીયાત ઘટવા લાગી અને ફેફસા સ્વસ્થ થવા લાગ્યા હતા. આમ કોરોનાની સારવાર દરમ્યાન થતા સાયટોકાયન સ્ટોર્મ સમયે આ ઇન્જેક્શન આશાનું કિરણ ગણી શકાય. ટોસીલીઝુમેબ એ ઇમ્યુનોસપ્રેસિવ પ્રકારનું ઇન્જેક્શન છે જેની અંદાજિત કિંમત ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ છે પરંતુ સરકાર દ્વારા આ ઇન્જેક્શન દર્દીઓને ફ્રીમાં આપવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!