ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનું કાળચક્ર ફર્યુ : સારવાર હેઠળના ૨ દર્દીના શંકાસ્પદ મોત : ૪ નવા કેસ : ૬ ડીસ્ચાર્જ

0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનું કાળચક્ર ફર્યુ હોય તેવી સ્થિતિ જોવા મળી છે. જેમાં કોરોનાની સારવાર હેઠળ વેરાવળની કોવીડ હોસ્પીટલમાં લેવાયેલા કોડીનારના બે દર્દીઓના શંકાસ્પદ મૃત્યું નિપજેલ છે. જયારે ઉના પંથકમાંથી ૩ અને ડોળાસામાંથી ૧ મળી કુલ ૪ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. તો કોરોનાની સારવાર હેઠળ રહેતા ૬ દર્દીઓએ કોરોનાને મહાત આપતા તમામને રજા આપી દેવામાં આવી હતી. જો કે, જીલ્લામાં ગઈકાલે થયેલ બે મોતનું શું કારણ હોય શકે તે અંગે સરકાર દ્વારા નિમાયેલ કમીટી નકકી કરી જાહેર કરશે તેમ આરોગ્ય વિભાગે જણાવેલ છે.
ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહયુ હોય તેમ દરરોજ બે-ચાર પોઝીટીવ કેસો સામે આવી રહયા છે. દરમ્યાન જીલ્લામાં ગઈકાલે કોરોનાનું કાળચક્ર ફર્યુ હોય તેવી સ્થિતિ ઉદભવી હતી. જેમાં તા.૩ જુલાઈના રોજ કોરોના પોઝીટીવ આવેલા કોડીનાર ખાતે વિરાટનગરમાં રહેતી ૫૫ વર્ષીય મહિલા ફાતીમાબેનની સારવાર વેરાવળમાં કાર્યરત કોવીડ હોસ્પીટલમાં ચાલી રહેલ દરમ્યાન ગઈકાલે સવારે ફાતીમાબેનનું મોત નિપજયુ હતુ. જયારે કોડીનારમાં જ રહેતા ૭૭ વર્ષીય કમરૂદીન લાલાણી નામના આધેડમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને વેરાવળની સીવીલમાં દાખલ કરી નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ જેનો રીપોર્ટ હજુ આવવનો બાકી હતો. દરમ્યાન તેમનું પણ ગઈકાલે સવારે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજેલ હતુ. કોરોનાની સારવાર હેઠળ રહેલ બંન્ને દર્દીઓના મોતના કારણ અંગે ગીર સોમનાથ જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેતાએ જણાવેલ કે, ગઈકાલે થયેલ બંન્ને દર્દીઓના શંકાસ્પદ મોત કોરોનાના કારણે જ થયા છે કે પછી અન્ય કોઇ કારણોસર તે અંગે સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડીટી કમીટી તપાસ કરી જાહેર કરશે ત્યારબાદ જ ખબર પડશે.
ગઈકાલે ગીર સોમનાથ જીલ્લામાં વધુ ૪ કોરોના પોઝીટીવના કેસ સામે આવ્યા છે. જેમાં ઉના શહેરમાં સાજનનગરમાં રહેતા ૨૨ વર્ષીય યુવાન કે જે એક મહિના પહેલા અમદાવાદથી ઉના આવેલ હતો. ઉનામાં જ ગાયત્રી સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય આધેડ કે જેના સંબંધીએ રાજકોટ અને જૂનાગઢ સીવીલ હોસ્પીટલમાં સારવાર લીધી હતી. જયારે ઉના તાલુકાના સીલોજ ગામે રહેતા ૩૪ વર્ષીય પુરૂષ કે જે સુરતથી અત્રે આવ્યા હતા. આ ત્રણેય પોઝીટીવ આવેલા લોકોને સારવાર અર્થે ખસેડવા આરોગ્ય વિભાગે તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત કોડીનાર તાબાના ડોળાસા ગામે રહેતા ૩૩ વર્ષીય યુવાન કોરોના પોઝીટીવ આવેલ છે. આ યુવાન હાલ ભાવનગર ખાતે સારવાર હેઠળ છે. આમ ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કુલ ૯૫ કેસો સામે આવ્યા છે. જેમાં ૬૯ સાજા થયેલ અને ૨૪ એકટીવ કેસ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!