જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાંથી યુવાનની લાશ મળી

0

જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાંથી એક યુવાનની લાશ મળેલ છે જેને ફાયર વિભાગે બહાર કાઢી સિવીલ હોસ્પીટલ ખાતે પીએમ માટે ખસેડી હતી. ગઈકાલે બપોરે આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતાં ફાયર સ્ટાફે ડેમમાંથી લાશ બહાર કાઢી સિવીલ હોસ્પીટલ ખાતે પીએમ માટે ખસેડી હતી. દરમ્યાન જૂનાગઢ શહેરની ગાયત્રી સ્કુલ નજીક રહેતા પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ જાટાણીયાએ ભવનાથ પોલીસમાં જણાવ્યા મુજબ આ મૃતક યુવાન વિશાલ નાનજીભાઈ ડાભી (ઉ.વ. ૩૬, રહે. ઉપરકોટ,જૂનાગઢ)હોવાનું જણાવ્યું હતું. યુવાને કોઈ અગમ્ય કારણોસર ડેમમાં પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!