કેશોદ ખાતે ઉતાવળી નદીના કાંઠે રહેતા કાજલબેન જીતુભાઈ પરમારએ પોલીસમાં આ કામનાં આરોપી સલીમ ઉર્ફે ભુરીયો ઈશાકભાઈ દલ, એજાજશા ઉર્ફે એજુ શબીરશા શાહમદાર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીએ અગાઉ ર૦૧૪માં આરોપી સલીમ ઉર્ફે ભુરીયા દલ સામે મારામારીની ફરીયાદ કરેલ હોય જે ફરીયાદનું સમાધાન કરવા આરોપી સલીમ ઉર્ફે ભુરીયાએ ફરીયાદીને જણાવતો હોય અને જે બાબતનું મનદુઃખ રાખી ફરીયાદી પોતાના ઘરે મજુરોનાં ટીફીન દેવા આવતા હોય ત્યારે આ કામનાં બંને આરોપીઓએ લાલ કલરનાં એવીએટરમાં આવી ફરીયાદીનાં હાથ પકડી છરી બતાવી છેડતી કરી ફરીયાદીને કહેલ કે જુના કેસનું સમાધાન કરી લે નહીંતર પતાવી દેશું તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળો કાઢી ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews