ફરી સોશ્યલ મીડિયામાં આંદોલન શરૂ થયું છે. ગુજરાતમાં#LRD_MALE ટ્રેન્ડ થઈ રÌšં છે. પરીક્ષાર્થીઓ પરિણામની માંગ કરી રહ્યા છે. પુરૂષ ઉમેદવારોને ૬૭/૩૩ના રેશિયા મુજબ ઓર્ડરની માંગ કરવામાં આવી છે તેવામાં ટ્વીટર ઉપર #LRD_MALE ટ્રેન્ડ થઈ રÌšં છે. મહવનું છે કે, ઉમેદવારો દ્વારા ટ્વટ કરીને માંગ કરવામાં આવી રહી છે કે, LRDની ભરતી પ્રક્રિયામાં જે રીતે મહિલાઓની જગ્યા વધારવામાં આવી તે રીતે પુરૂષની જગ્યામાં પણ વધારો કરવામાં આવે. મહ¥વનું છે કે, LRD મહિલા ભરતી પ્રક્રિયામાં નિમણૂકો શરૂ થશે. પરીક્ષા પાસ કરેલી વ્યક્તિને નિમણૂક પત્ર અપાશે.DGPએ આ મહિલાએ ૧૫ જુલાઈ સુધી ફરજ પર હાજર રહેવાના આદેશ આપ્યા છે. લાંબા સમયથી ૨ હજાર મહિલાઓ નિમણૂક પત્રની રાહ જાતી હતી. ભરતીમાં પસંદગી પામ્યા બાદ પણ નિમણૂકમાં વિલંબ થતાં મહિલાઓ રોષે ભરાઈ હતી અને આંદોલનની ચીમકી આપી હતી. લાંબા વિલંબ બાદ DGPએ આ મહિલાએ ૧૫ જુલાઈ સુધી ફરજ પર હાજર રહેવાના આદેશ આપ્યા છે. ત્યારે હવે LRD પુરૂષો દ્વારા હવે આંદોલનની શરૂઆત સોશ્યલ મીડિયાથી કરી દેવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં આંદોલન શરૂ થવાના ભણકારા વાગી રહ્યા છે. આવતીકાલથી ગાંધીનગરમાં શિÂક્ષત બેરોજગાર યુવાનો એકત્ર થાય તેવી શક્યતાઓ છે. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી, નિમણૂક પત્ર આપવા સહિતના મુદ્દે મોટી સંખ્યામાં ગાંધીનગરમાં શિક્ષત બેરોજગારો ભેગા થઈ શકે છે, તો શિક્ષિત બેરોજગારોના સંભવિત આંદોલનને લઈને રાજ્ય સરકારની પણ ચિંતા વધી ગઈ છે. મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થવાની શક્યતાને જાઈને એક SRPFની કંપની બંદોબસ્ત માટે ફાળવી દેવામાં આવી છે. જવાનોએ સત્યાગ્રહ છાવણી ખાતે રિહર્સલ પણ કર્યું છે. ૧૫૦૦થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત ગાંધીનગરમાં ખડકી દેવામાં આવ્યા છે. એસપી, ડીવાયએપસી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ પણ બંદોબસ્તમાં જાડાયા છે. ગાંધીનગર પ્રવશેતા માર્ગાે ઉપર બેરીકેટિંગ કરી દેવામાં આવ્યા છે. જે પણ વાહન શહેરમાં પ્રવેશે તો તેની તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતના પ્રાથમિક શિક્ષકો વિરોધ કરી રહ્યા છે તેમના હક અને અધિકારો માટે લડી રહ્યા છે. જે શિક્ષકોની ભરતી ૨૦૧૦માં થઈ છે તેમને મળવા પાત્ર ૪૨૦૦ ગ્રેડ ઘટાડી ૨૮૦૦ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આવા ૬૫,૦૦૦ શિક્ષકો છે. જેમને દર મહિને ૧૦ હજાર રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને તેમની માગણી છે કે, તેમને પૂરો ગ્રેડ પે ચૂકવવામાં આવે. જા સરકાર તેમની માંગણી પૂર્ણ નહીં કરે તો સમગ્ર રાજ્યમાં શિક્ષકો ઉગ્ર વિરોધ કરેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews