જૂનાગઢ શહેરની જનતાને ૧ વર્ષ સુધી પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે : મેયર ધીરૂભાઈ ગોહેલ

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગઈકાલે શરૂ થયેલી મેઘસવારીનાં કારણે ૩ થી ૮ ઈંચ જેવો વરસાદ વિવિધ તાલુકામાં પડ્યો છે. આ ભારે વરસાદનાં પગલે જૂનાગઢ શહેરની પીવાનું પાણી પુરૂં પાડતાં વિલિંગ્ડન ડેમ તેમજ આણંદપુર ડેમ છલકાઈ ગયાં છે ત્યારે જૂનાગઢ શહેરની જનતાને એક વર્ષ સુધી પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે તેમ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું અને આ સાથે જ મેઘરાજાની કૃપા જૂનાગઢ માથે ઉતરી છે. વિશેષમાં ગત વર્ષે પણ વરસાદ જૂનાગઢ શહેર અને જીલ્લામાં પુરતાં પ્રમાણમાં થયો હતો અને જેનાં કારણે લોકોને પાણીની ઓછી મુશ્કેલી પડી હતી. મહત્વનાં જળમાં પાણી ભરપુર રહ્યાં હતાં અને મેયર તરીકે જ્યારથી પોતે શાસનધુરાં સંભાળી છે ત્યારથી સતત મેઘરાજાની કૃપા જૂનાગઢ શહેર ઉપર ઉતરી છે અને આ વર્ષે પણ શરૂઆતથી જ બંને ડેમો ભરાઈ ગયાં છે ત્યારે પાણીની કોઈ કટોકટી નિર્માણ નહીં પામે, વિશેષમાં આજે વિલિંગ્ડન ડેમ અને આણંદપુર ડેમમાં નવા નીરની આવક થતાં બંને ડેમો છલકાઈ ગયાં છે ત્યારે તેનાં વધામણાં કરવા પદાધિકારીઓ જવાનાં છે. વિશેષમાં સ્વસહાય જુથ અંતર્ગત મહિલાઓને વિશેષ રોજગારી મળી શકે તે માટે યોજના જારી થઈ છે તો આ જુથ અંતર્ગત સખી મંડળની ૧પ૦ બહેનોને સફાઈ અંગેનાં કોન્ટ્રાકટથી આજે કામ આપવાનાં ઓર્ડર આપવામાં આવેલ છે. તેમજ મેયર ધીરૂભાઈ ગોહેલ અને તેમની ટીમ અને સતાધારી પાર્ટી દ્વારા આજે બપોરે એક પત્રકાર પરિષદ પણ બોલાવવામાં આવી છે અને ખાસ કરીને જે સફાઈ કામદારનાં મૃત્યુ થયાં છે તેવા સફાઈ કામદારનાં વારસદારોને નોકરીનાં ઓર્ડર આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી તેમ ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું. આ તકે કમિશ્નર તુષાર સુમેરા તેમજ ડે.મેયર હિમાશું પંડ્યા, સ્ટે.ચેરમેન રાકેશ ધુલેશીયા, શાસકપક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર તેમજ પદાધિકારીઓ અને ટીમ ઉપસ્થિતિરહી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!