ઝુંપડપટ્ટી રેગ્યુલાઈઝ કરવાની માંગણી સાથે પૂર્વ મેયર દ્વારા ઉપવાસ આંદોલન

જૂનાગઢનાં જાગૃત અને ગરીબોનાં બેલી તેવાં તેમજ પૂર્વ મેયર લાખાભાઈ પરમાર દ્વારા ઘણાં વર્ષોથી ગરીબોની ઝુંપડપટ્ટી સરકારનાં રેકર્ડ ઉપર કાયદેસર થાય તે માટે એક ઝુંબેશ ચલાવી રહ્યાં છે અને છેલ્લાં ૪ દિવસથી શહેરમાં રહેતાં ગરીબોની ઝુંપડપટ્ટી રેગ્યુલાઈઝ કરવાની માંગણી સાથે પૂજય મહાત્મા ગાંધીજીનાં સત્યાગ્રહનાં માર્ગે આજે ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે. ત્યારે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ નટુભાઈ પોંકિયા, મહામંત્રી વી.ટી.સીડા, પી.ડી.પુરોહિત વગેરેએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી અને સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ ગુજરાત રાજયનાં શહેરી વિકાસ વિભાગનાં અગ્ર સચિવને એક પત્ર પાઠવી અને આ પ્રશ્ને તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની માંગણી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!