માણાવદર તાલુકામાં માત્ર ૪ કલાકમાં જ અનરાધાર વરસાદ વરસતાં બાંટવા ખારો ડેમનાં ૬ દરવાજા ખોલાયા હતા. ભારે વરસાદને પગલે કોડવાવ, એકલેરા, પાજાદ સહિતના ૬ ગામો વિખુટા પડી ગયા હતાં. જયારે કોડવાવ ગામનું બસ સ્ટેન્ડ ૩ ફૂટ પાણીમાં ગરકાવ થયું હતું. માણાવદર પંથકમાં ધોધમાર ૮ થી ૧ર ઈંચ જેટલો વરસાદ વરસી જતાં સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો હતો. બાંટવા ખારો ડેમમાં પાણીનો પુષ્કળ જથ્થો થઈ જતાં ડેમમાં ૬ દરવાજા ર ફૂટથી વધુ ખોલવા પડેલ છે. ડેમમાંથી પાણી છોડાતાં કોડવાવ, એકલેરા સહિતના પ ગામો તેમજ બુરી, જીલાણામાં ૯ ઈંચ વરસાદ ખાબકતાં રસ્તા ઉપર પાણી ફરી વળતાં વિખુટા પડેલ છે. ભારે વરસાદને પગલે ખારા ડેમમાં ૬ થી ૭ ફૂટ પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. ઓઝત નદીમાં પૂર આવતાં નીચાણવાળા ગામોને સાવચેત કરાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews