જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો વિલિંગ્ડન ડેમ છલકાઈ ગયો છે અને ઓવરફલો થઈ રહયો છે. જૂનાગઢ શહેરની જનતાને માટે ફરવાલાયક સ્થળ ગણાતું અને જ્યાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે તેવાં વિલિંગ્ડન ડેમે તહેવારો દરમ્યાન લોકોની સતત અવરજવર રહેતી હોય છે અને પ્રકૃતિનો ખજાનો તેમજ ડેમની સહેલગાહે આવે છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ અને સોરઠ પંથકમાં અનરાધાર મેઘવર્ષા થઈ હતી અને ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ પડી જતાં વિલિંગ્ડન ડેમ છલકાઈ ગયો હતો અને જેને લઈને લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. અડધા જૂનાગઢ શહેરમાં પાણીની સમસ્યા ઉકેલાઈ ગઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews