જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહેલ છે. ગઈકાલે જિલ્લામાં વધુ ૧૬ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતાં સોરઠ જીલ્લા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જાષીપરાનાં ખલીલપુર રોડ ઉપર પ્રભુ પેલેસ એપાર્ટમેન્ટનાં ૩૦ર નંબરના બ્લોકમાં રહેતા બાવન વર્ષીય પુરૂષ, રાધારમણ સોસાયટીના બોલ્ક નં. ૧૮ માં રહેતા ૪૩ વર્ષીના પુરૂષ, શિવાનીનગરના શિલાલેખ એપાર્ટમેન્ટમાં બ્લોક નં. ૩૦૬માં ૪૮ વર્ષની મહિલા, ગંગાનગર સોયાટીમાં નં. ૩૧માં પ૧ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. રાધારમણ સોસાયટીના બ્લોક નં. ૬૮માં રહેતા પ૦ વર્ષીય પુરૂષ, ટીંબાવાડીના ગોકુલનગર ટેનામેન્ટનાં બ્લોક નં. ૯ માંરહેતા ૮૦ વર્ષના વૃધ્ધ, મધુરમ બસ સ્ટોપ નજીક મારૂતિ કોમ્પ્લેક્ષ બી વિંગમાં નં. ૧૦૩ માં રહેતા ૧૯ વર્ષીય યુવક, શ્રીનગર સોસાયટી રાઠોડ મેન્સનના ૧-૧૪ માં રહેતા ૩પ વર્ષીય પુરૂષ, જાષીપરાના ૬પ વર્ષીય પુરૂષ તેમજ ચિત્તાખાના ચોકની ૪પ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. ભેંસાણના ખજુરી હડમતીયાની ર૦ વર્ષીય યુવતિ, વંથલીના કણઝા ગામના ૪પ વર્ષીય પુરૂષ, કેશોદના ર૮ વર્ષીય યુવાન, બાલાગામના ૪પ વર્ષના પુરૂષ, માખીયાળાના ૪૪ વર્ષીય પુરૂષ, વિસાવદરના લીમધ્રા ગામનાં ૪પ ના પુરૂષનો કોરોના રિપોરર્ટ પોઝીટીવ આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૧૫૮ કેસ નોંધાયા છે જેમાંથી ૪ નાં મૃત્યુ થયાં છે. ૭૩ લોકો ડિસ્ચાર્જ થયા છે અને ૮૧ કેસ એકટીવ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews