વંથલીનાં ખોરાસા ગામે જુગાર દરોડો : ૯ ઝડપાયા

વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ નાનુભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ખોરાસા (આહીર) લીમડા ચોક ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૯ શખ્સોને કુલ રૂ.ર૮ર૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાથરોટ ગામે જુગાર દરોડો
શીલ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ખીમાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ભાથરોટ ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૪ શખ્સોને કુલ રૂ.૩૧રર૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!