જૂનાગઢમાંથી બે સ્થળોએ જુગાર દરોડા : ૧૧ ઝડપાયા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ અમરાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે રામદેપરા નજીક એક ડેલા ખાતે જુગાર અંગે દરોડો પાડતાં ૩ શખ્સોને કુલ રૂ.૬૧૧૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ અન્ય એક દરોડામાં બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.બી.હુણ અને સ્ટાફે ચુનારાવાસમાં જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી ૮ શખ્સોને જુગાર રમતાં કુલ રૂ.પ૩૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!