જૂનાગઢમાંથી દારૂ ઝડપાયો : ર સામે ફરીયાદ

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ રાણીંગભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કડીયા કુંભાર સમાજની સામે આવેલ જૂના ખંઢેર નર્સ કવાર્ટરનાં પડતર મકાનમાં દારૂ અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી હર્ષ ભરતભાઈ જાષીએ પોતાની દેખરેખ હેઠળ કડીયા કુંભાર સમાજની સામે આવેલ નર્સ કવાર્ટરનાં પડતર મકાનમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો દારૂ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.૬૭પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ દારૂની ડિલેવરી ભુપત ઉર્ફે ભીમો (રહે.ગાંધીગ્રામ) વાળાએ આપી હોય તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!