વિસાવદર : ખાંભા-હરીપુર મેઈન રોડ ઉપર વાડીમાંથી સનેડો મશીનની ચોરી

જૂનાગઢ પંથકનાં ગામડાઓમાં સીમચોરીનાં બનાવોમાં વધારો થઈ રહયો છે ત્યારે વિસાવદર તાલુકાનાં ખાંભા (ગીર) ખાતે પ્લોટ વિસ્તારમાં રહેતાં રમેશભાઈ બાબુભાઈ ડોબરીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનું ખાંભા હરીપુર મેઈન રોડ ઉપર આવેલ વાડીમાંથી ગત  તા.૧૯-૬-ર૦નાં રાત્રીનાં દસેક વાગ્યાથી  તા.ર૦-૬-ર૦ર૦નાં સવારનાં સાતેક વાગ્યા સુધીનાં કોઈપણ વખતને કોઈ અજાણ્યા શખ્સોએ ફરીયાદીનાં વાડીનાં ગોડાઉનનાં તાળાં તોડી ફરીયાદીની માલીકીનું સનેડો મશીન જેની કિંમત આશરે રૂ.૬૦ હજારનાં મુદ્દામાલની ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!