કોડીનારના વૃધ્ધાને પુત્રનાં મૃત્યુનાં આઠ દિવસ બાદ પુત્રવધુએ મારપીટ કરી ઘરમાંથી કાઢી મુકી !

ગીર સોમનાથ જીલ્લાના કોડીનારમાં અઠવાડીયા પૂર્વે મૃત્યું પામેલ આધેડની પત્નીએ તેની ૭૦ વર્ષીય સાસુ સાથે મારપીટ કરી ઘરેણા લઇ ઘરની બહાર કાઢી મુકયા હતા. જેથી ત્રણ દિવસથી વરસાદી માહોલમાં રખડતી ભટકતી ૭૦ વર્ષીય વૃÎઘાની મદદે આવવા જાગૃત નાગરીકે ૧૮૧ અભિયમ હેલ્પ લાઇનની મદદ માંગી હતી. જેના પગલે ગીર સોમનાથ જીલ્લા અભિયમની ટીમે સ્થળ ઉપર જઇ વૃધ્ધાના પૌત્રને કાયદાકીય માર્ગદર્શન આપી સમજાવ્યા હતા. જેથી પૌત્ર તેની દાદીને ઘરે લઇ જવા તૈયાર થઇ ગયો હતો, હવે પછી દાદીનું બરાબર રાખશે તેવી ખાત્રી આપી હતી. આમ, પુત્રના મોતનું દુઃખ સહન કરી રહેલ વૃધ્ધાને પૌત્ર સાથે ઘરનો આશરો અપાવવા ૧૮૧ ટીમે નોંધપાત્ર ફરજ બજાવી હતી.
વર્તમાન સમયમાં પરીવારના સ્વજનોથી દુર એકલા રહેવાના વધતા જતા કલ્ચરના કારણે વૃધ્ધાશ્રમોમાં સ્વજનોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. આવા સમયે ગીર સોમનાથ જીલ્લાના કોડીનારમાંથી એક ચોંકાવનારી સમાજને ચેતવતી ઘટના સામે આવી છે. જેની પ્રાપ્ત વિગતો અનુસાર કોડીનારમાં ત્રણેક દિવસથી વરસાદી માહોલમાં ૭૦ વર્ષીય વૃધ્ધા ભટકી રહયા હોવાની માહિતી જાગૃત નાગરીકે જીલ્લા ૧૮૧ અભિયમ ટીમને આપી હતી. જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સીલર રેખા ડામોર, કોન્સ. તેજલબેન, ભાવેશભાઇ સહિતના સ્થળ ઉપર પહોંચી વૃધ્ધાને મળી તેમનું કાઉન્સેલીંગ કરેલ હતુ. જેમાં જાણવા મળેલ કે, ૭૦ વર્ષના વૃધ્ધાનાં પુત્રનું આઠેક દિવસ પહેલા નિધન થયુ હતુ. ત્યારબાદ તેની પુત્રવધુ ત્રાસ આપી રહેલ અને ત્રણેક દિવસ પૂર્વે મારપીટ કરી ઘરમાંથી કાઢી મુકયા હતા. આ સમયે વૃધ્ધાનાં ઘરેણા પણ લઇ લીધા હતા. જેથી વૃધ્ધા ત્રણ દિવસથી રખડતી ભટકતી ભીખ માંગી પેટ ભરતી હતી. વૃધ્ધાના પરીવારની વિગત અને સરનામુ મેળવ્યુ હતુ. જેના આધારે ૧૮૧ની ટીમ વૃધ્ધાના ઘરે પહોંચી તપાસ કરતા વૃધ્ધાની પુત્રવધુ બહાર ગયેલ હોવાથી હાજર ન હતી. જો કે, વૃધ્ધાનો પૌત્ર ત્યાં હાજર હોવાથી તેને ૧૮૧ ટીમે કડક કાયદાકીય ભાષામાં માર્ગદર્શન આપી સમજાવેલ હતો. જેથી પૌત્ર પોતાના દાદીને સાથે ઘરમાં રાખવા સહમત થયેલ હતો. હવે પછી કયારેય દાદી સાથે મારપીટ નહીં થવા દઇ સાથે દાદી કયાંય ન જતા રહે તેનું ખાસ રાખશે તેમ ૧૮૧ ટીમને જણાવેલ હતુ. આમ, ૧૮૧ ટીમની કુનેહભરી કામગીરીના લીધે પુત્રના મૃત્યુનું દુઃખ સહન કરી રહેલ વૃધ્ધાને પૌત્રનો સહારો મળી ગયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!