ગુજરાત રાજયમાં લોકડાઉનના કારણે માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ હોવાથી સ્કુલ ફી માફ કરવા વાલી વર્ગમાંથી માંગણી થઇ રહી છે. આવા સમયે વેરાવળમાં શૈક્ષણીક શીશ મંદિર ટ્રસ્ટીએ પોતાના સંકુલમાં અભ્યાસ કરતા ૧૧૦૦ વિદ્યાર્થીઓ પાસેથી ફકત શિક્ષણ અને સત્ર ફી જ લેશે જયારે બાકીની કોમ્પ્યુટર, સ્ટેશનરી, નાસ્તા જેવી ફી માફ કરી નહીં લેવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજયમાં શૈક્ષણીક સંકુલો લોકડાઉનના કારણે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી બંધ છે અને હજુ કયારે ચાલુ થશે તેની સામે અનિશ્ચતતા છે. આવા સમયે અમુક શૈક્ષણીક સંસ્થાઓ યેનકેન પ્રકારે સ્કુલ ફી વસુલ કરવા નવા નવા હથકંડા અપનાવી ફીની માંગણી કરી રહયા છે. આવા માહોલ વચ્ચે વેરાવળમાં વર્ષોથી નહી નફો નહી નુકશાનના ધોરણે શૈક્ષણીક સંકુલ ચલાવતા શીશ મંદિર એજયુકેશન ટ્રસ્ટે વાલીઓને રાહત આપતો નિર્ણય કર્યો છે. જે અંગે માહિતી આપતા ટ્રસ્ટી રમેશભાઇ ચોપડકરે જણાવેલ કે, લોકડાઉનમાં માર્ચથી મે સુધી સંસ્થાના શિક્ષકો અને કર્મચારીઓને પુરો પગાર આપવામાં આવેલ છે. જેથી સ્કુલના શિક્ષકો, કર્મચારીઓ અને આનુસાંગીક ખર્ચાઓને સરભર કરવા નવું ફીનું ધોરણ નકકી કરવામાં આવેલ છે. જે મુજબ વર્તમાન સંજોગોમાં વાલીઓની આર્થીક પરીસ્થિતિને ધ્યાને લઇ નવા સત્રમાં વિદ્યાર્થીઓ પાસે ફકત શિક્ષણ અને સત્ર ફી જ લેવામાં આવશે. જયારે કોમ્પ્યુટર, સ્ટેશનરી, નાસ્તા, ઇતર જેવી ફી નહીં લેવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ ફી રાહતનો લાભ સંકુલમાં અભ્યાસ કરતા ૧૧૦૦ વિદ્યાર્થીઓને થશે. આમાં વાલીઓ માસીક ફી પણ ભરી શકશે. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓની પાછલા સત્રની ફી બાકી હોય જેથી તેમના વાલીઓએ અનુકુળતા મુજબ જુની ફી ભરી જવા અપીલ કરી છે. હાલ સ્કુલ બંધ હોવાથી સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે હેતુસર શાળાના શિક્ષકો દ્વારા ઓનલાઇન મોબાઇલ એપ તથા પરીપત્રો થકી વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews