સામાજીક ન્યાય અધિકારીતા વિભાગે લાભાર્થીઓને વિવિધ યોજનામાં હલ્કી કક્ષાનો સામાન પધરાવી દીધો

0

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસિકભાઈ ચાવડાએ મંત્રી અને સચિવને પત્ર લખી જણાવ્યું છે કે, ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જુદી જુદી યોજનામાં વર્ષ ૨૦૧૯/૨૦માં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઈસમો જીવન ગરિમાપૂર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાય કરી સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દરજીકામ, વિવિધ પ્રકારની ફેરી, પંચાર, બ્યુટી પાર્લર જેવી કુલ ૨૮ વ્યવસાય માટે વિનામૂલ્યે સાધન સહાય આપવામાં આવે છે. આ સામાન સુરત જિલ્લામાં પણ આપવામાં આવેલ છે. આ સામાન હલકી ગુણવત્તા અને પહેલાથી જ વપરાયેલ છે અને તેમાં પણ સિલાઈ મશીન  કંપની ના પહેલેથી જ વપરાયેલ હોય તેવા જુના કલર કરી લાભાર્થીઓને આપી દીધેલ છે. જેમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકા છે અને કરોડો રૂપિયાનું કૌભાંડ કંપનીના માલિકો, અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. સરકાર ગરીબોને સારી સાધન સામગ્રી મળે તે માટે કરોડો રૂપિયાની ફાળવણી કરતી હોય છે. ત્યારે આવી હલકી કક્ષાની નબળી વસ્તુઓ લાભાર્થીઓને પધરાવવામાં આવે છે તેમાં પણ સુરત જિલ્લામાં વ્યાપક ફરિયાદો છે. આ અંગે સમગ્ર ગુજરાતમાં પણ આ યોજના તળે અપાયેલ તમામ સાધન સામગ્રીની તપાસ, તટસ્થ એજન્સી મારફત થાય અને જવાબદાર તમામ સામે કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ રસિક ચાવડાએ વિજિલન્સ કમિશન અને અગ્ર સચિવને કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!