મુખ્યમંત્રી મા યોજના અને મા વાત્સલ્ય યોજના

જૂનાગઢ સહિત ગુજરાત રાજયનાં જરૂરીયાતમંદ લાભાર્થીઓને ગંભીર બિમારીનાં સમયમાં સરકારે નક્કી કરેલાં ધારાધોરણ મુજબ શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા પ્રાપ્ત થાય તે માટે ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા યોજના જારી કરવામાં આવી છે. મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત હજારો લાભાર્થીઓએ તેનો લાભ લીધો છે અને ગંભીર બિમારીમાંથી મુક્ત બની અને નવજીવન પ્રાપ્ત કરેલ છે.
મુખ્યમંત્રી અમૃતમય યોજના અને મા વાત્સલ્ય  યોજનાનો મુખ્ય ઉદ્દેશ
ગુજરાત સરકાર દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લઈ અને જરૂરીયાતમંદ લોકોને શ્રેષ્ઠ સારવાર વિનામુલ્યે પ્રાપ્ત થાય તે માટે મુખ્યમંત્રી અમૃત મા યોજના અને મા વાત્સલ્ય યોજના કાર્યરત બનાવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ ગરીબી રેખા હેઠળ જીવતાં કુટુંબો અને મધ્યમવર્ગીય પરિવારો પોતાની પસંદગીવાળી ખાનગી તેમજ સરકારી સંલગ્ન હોસ્પિટલોમાંથી સારી ગુણવતાયુક્ત સારવાર તદ્દન મફત મેળવી શકે છે. લાભાર્થી કુટુંબનો ગ્રામ્ય ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ તેમજ શહેરી ગૃહ નિર્માણ અને શહેરી વિકાસ વિભાગની બીપીએલ યાદીમાં સમાવેશ જરૂરી છે. આ ઉપરાંત રૂ.૧.ર૦ લાખ કે તેથી ઓછી પારીવારીક વાર્ષિક આવકનો દાખલો હોવો જરૂરી છે. આ યોજના અંતર્ગત હદૃય, કિડની, કેન્સર, નવજાત શિશુઓનાં ગંભીર રોગ, ગંભીર ઈજાઓ, બર્ન્સ અને મગજનાં રોગો જેવી બિમારીઓની કુલ પ૪૪ જેટલી પ્રોસિજર માટે કુટુંબ દીઠ રૂ.ર લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મા કાર્ડ ધરાવતો લાભાર્થી યોજના સાથે જાડાયેલાં કુલ ૧૧ર જેમાં ૬૮ ખાનગી અને ૧૯ સરકારી તેમજ રપ સ્ટેન્ટ અલોન ડાયાલિસીસ સેન્ટરમાં જઈને લાભ લઈ શકે છે. આ ઉપરાંત લાભાર્થીના કુટુંબનાં દરેક સભ્યોનો ફોટો બાયોમેટ્રીક અગુંઠાનાં નિશાનનો સમાવેશ હોય તેવું ક્વક રિસ્પોન્સ, મા/ મા વાત્સલ્ય કાર્ડ આપવામાં આવે છે. આ યોજનાનું કાર્ડ તાલુકા કક્ષાએ સ્થાપિત રપ૧ કિઓસ્ક તેમજ સીટી કક્ષાએ સ્થાપિત ૬૭ કિઓસ્ક ઉપરથી મેળવી શકે છે. લાભાર્થી કુટુંબનાં ફોટા અને અગુંઠાનાં નિશાન લઈ તાલુકા વેરિફાઈ ઓથોરિટી દ્વારા ચકાસણી કરી કાર્ડ આપવામાં આવે છે. રાજયકક્ષાએ સ્ટેટ નોડલ સેલની રચના કરવામાં આવી છે. કલેઈમ, પ્રોસેસ, હોસ્પિટલ, એમપેનલમેન્ટ, આઈ.ઈ.સી. પ્રવૃતિઓ માટે ઈમ્પ્લેનશન સ્પોર્ટ એજન્સી તરીકે એમડી ઈન્ડિયા હેલ્થકેર નેટવર્ક પ્રા.લી.ને નિયુકત કરેલ છે. આ યોજનાની શરતોમાં મા / મા વાત્સલ્ય કાર્ડ કઢાવવું જરૂરી છે તેમજ યોજના અંતર્ગત ગંભીર બિમારીઓની નિયત કરેલ પ૪૪ પ્રોસિજરોની સારવાર સંલગ્ન હોસ્પિટલોમાંથી જ મળવાપાત્ર થાય છે. જેની નોંધ લેવા અને વધુને વધુ જરૂરીયાત લોકો સુધી આ યોજના પહોંચે અને તેનો લાભ મેળવે તેવો અનુરોધ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!