ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના શિક્ષકો ૪૨૦૦ ગ્રેડ પે આપવા માટે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલાના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વર્ષ ૨૦૧૦ અને તે પછીથી પ્રાથમિક શિક્ષક તરીકે જાડાયેલા શિક્ષકો પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. જેઓ એમ.એ, બી.એ, એમ.એસ.સી., એમ.એડ. તેમજ પી.ટી.સી. વિથ ગ્રેજ્યુએશન જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો ધરાવે છે. આ શિક્ષકોને શરૂઆતથી જ અન્ય રાજ્યોની જેમ પૂર્ણ વેતન થતાં જ ૪૨૦૦ નો ગ્રેડ પે મળવો જાઈએ. પરંતુ ગુજરાત રાજ્ય સરકારના નાણાં વિભાગના વિવાદિત ઠરાવ અમલના કારણોસર શિક્ષકોએ કુલ નવ વર્ષની નોકરી પૂર્ણ કરી છે, છતાં પણ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ કે જે વર્ષોથી ૪૨૦૦ ગ્રેડ પે મળતો હતો તેની જગ્યાએ ૨૮૦૦ ગ્રેડ પે કરી દીધો છે જે અન્યાયકર્તા છે તેથી સમાજ નિર્માણની મહત્વની ભૂમિકા ભજવતા ગુજરાત શિક્ષક સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. આ શિક્ષકોને હાલની તારીખથી ૪૨૦૦ ગ્રેડ પે વિના શરતે ચૂકવણા થાય તેમ હુકમ કરી આપવા આપના સ્તરેથી સત્વરે કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews