જામકંડોરણા સતત વરસતા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ


રવીવારથી સતત મેઘરાજા વરસી રહયા હોય જામકંડોરણાનાં ધરતી પુત્રો આનંદમાં આવી ગયેલ છે. વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાય હતા.પણ શનિવાર બપોર પછીથી મેઘરાજા સતત ધીમીધારે વરસી રહયા હોય જામકંડોરણાના ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. સતત વરસાદ પડતાં જામકંડોરણાના ફોફળ ડેમમાં નવા નીરની આવક થઇ છે. ફોફળ ડેમની કુલ સપાટી ૨૬ ફૂટે ઓવરફ્લો થાય છે. ફોફળ ડેમની પાણીની સપાટી ૨૪ ફૂટે પહોંચી ગઈ છે. અને હજુ પાણીની આવક સતત ચાલુ જ છે. ફોફળ ડેમના નીચેના વિસ્તારના દૂધીવદર, ઇશ્વરીયા, વેગડી, તરવડાના ગ્રામજનોને સાવચેતી રાખવા તંત્રે સૂચન આપી છે અને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રે સૂચના આપી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!