જામખંભાળીયા પંથકમાં અતિવૃષ્ટી જેવા વરસાદનાં કારણે થતી ભારે ખાનાખરાબી

ખંભાળીયા તાલુકામાં છેલ્લા બે દિવસથી અવિરત રીતે વરસેલા પચીસ ઈંચ સુધીનાં વ્યાપક વરસાદનાં કારણે અનેક સ્થળોએ ભારે પુર જેવા પાણી તથા પવનનાં જારને લીધે વૃક્ષો ધરાશાયી થવાના અનેક બનાવો બન્યા હતાં. નગરપાલિકા સ્ટાફે જેસીબી જેવા સાધનો સાથે દોડી જઈ રસ્તો કલીયર કરાવ્યો હતો.
ખંભાળીયા નગરજનોની ભારે વરસાદથી કઠણાઈ બેસી હોય ડેમ ઓવરફલો થતાં ઘી ડેમ વચ્ચે પણ લોકોને તરસ્યું રહેવું પડશે. ઘી ડેમની વોટર વર્કસની લાઈન ભારે પુરમાં તણાઈ જતાં હાલાકી સર્જાઈ છે.
ખંભાળીયામાં અવિરત વરસાદને પગલે વિરમદળ, ખજુરીયા સહીતનાં ગામોમાં સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. જામખંભાળીયા જામનગર રોડ ઉપર આવેલ દાતા ગામ છેલ્લા બે દિવસનાં ભારે વરસાદનાં કારણે રસ્તો તુટી જતાં સંપર્ક વિહોણું બન્યું છે.
જામનગર ધોરી માર્ગ ઉપર આવેલા સિંહણ ગામ વિસ્તાર સ્થિત મહત્વનો એવો સિંહણ ડેમ છેલ્લા બે દિવસનાં મુશળધાર વરસાદનાં કારણે ઓવરફલો થઈ ગયો હતો. ખંભાળીયા તાલુકાનાં આશરે બે ડઝન જેટલા ગામો અને પીવાનું પાણી પુરૂ પાડતાં સિંહણ ડેમની સપાટી એકવીસ ફુટ ઉપર સુધી પહોંચી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!