જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે સમાજ સુરક્ષા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા માંગરોળ મામલતદાર કચેરીને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ બાબતે મામલતદાર કચેરીના સ્ટાફનો સંપર્ક કરતા જણાવેલ કે આ કર્મચારીનો થોડા દિવસ પહેલા જ જૂનાગઢ ખાતે નોકરીનો ઓર્ડર આવેલ છે અને છેલ્લા ૪ દિવસ થી માંગરોળ મામલતદાર કચેરી આવેલ નથી તેમજ કચેરીના કોઈપણ સ્ટાફ સાથે સંપર્કમાં આવેલ નથી. માંગરોળ મામલતદાર કચેરીના અન્ય સ્ટાફના આરોગ્યની ચકાસણી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને માંગરોળ મામલતદાર કચેરીને પાલિકા ફાયર ફાઈટર દ્વારા સેનેટાઇઝ કરવામાં આવી હતી. માંગરોળ મામલતદાર કંટ્રોલરૂમ કોવિડ ૧૯ કોરોનાને પગલે સ્થળાંતર કરવામાં આવી છે, જે હવે તાલુકા પંચાયત ઓફીસ ખાતે કાર્યરત કરવામાં આવી છે જેના નંબર ૦૨૮૭૮-૨૨૨૦૦૯ રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews