જૂનાગઢ શહેરનું નરસિંહ સરોવર છલકાયું

0

જૂનાગઢ અને જીલ્લામાં ગુરૂપૂર્ણિમાનાં દિવસથી મેઘરાજાની અવિરત કૃપા વરસી રહી છે. મેઘમહેરનાં કારણે જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકામાં આવેલાં નદી-નાળા-ડેમો-તળાવોમાં નવા નીર આવ્યા છે ગિરનાર જંગલ ઉપર વન્ય પ્રકૃતિપણ સોળે કળાએ ખીલી ઉઠી છે. આ દરમ્યાન ગઈકાલે પડેલા જૂનાગઢ શહેરમાં અનરાધાર વરસાદનાં પગલે તેમજ ઉપરવાસનાં પાણીની આવકને કારણે શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતા સરોવર છલકાઈ ગયું હતું. દાતાર પર્વત ઉપરથી વહેતું પાણી અને ઉપરવાસનાં પાણી કાળવામાં ઠલવાઈ છે અને ત્યાંથી આવતું પાણી નરસિંહ સરોવરમાં વહેવા લાગે છે. શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતા સરોવર છલકાઈ જતાં સરોવરની આસપાસ આવેલી અનેક સોસાયટી ખાસ કરીને ઓજી વિસ્તારમાં પાણીનાં તળ ઉંચા આવી જતાં પાણીની સમસ્યામાંથી રાહત થઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!