અમેરિકામાં જા વર્ગો ઓનલાઈન કરાશે તો વિદેશી વિદ્યાર્થીઓને તગેડી મુકવાના ટ્રમ્પ સરકારના નિર્ણયને અહીંના સાંસદોએ ભયાનક અને ક્રૂર ગણાવ્યો હતો. અમેરિકાના અગ્રણી શિક્ષણવિદો અને કાયદો ઘડનારાઓએ આ નવા દિશાનિર્દેશો અંગે તિવ્ર પ્રતિક્રિયા વ્યકત કરી હતી. ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)એ ઘોષણા કરી હતી કે અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓની યુનિવર્સિટીઓ જા વર્ગો ઓનલાઈન કરશે તર્સ આવી સ્થિતિમાં વિદેશી વિદ્યાર્થીઓને હાંકી કઢાશે અથવા દેશ નિકાલ આપવામાં આવશે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સત્ર માટે યુનિવર્સિટીઓ ઓનલાઈન વર્ગો શરૂ કરશે. આ નિર્ણયથીર અમેરિકામાં અભ્યાસ કરી રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓને વિપરીત અસર થશે. અમેરિકાના આ નવા નિર્ણય અંગે સોશ્યલ મીડિયા ઉપર પણ લોકોએ પોતાનો રોષ વ્યકત કર્યો હતો. યુનિવર્સિટીના પ્રમુખોનું નેતૃત્વ કરનાર્સ અમેરિકન કાઉન્સિલ ઓન એજયુકેશને જણાવ્યું હતું કે આ દિશા-નિર્દેશો ભયાનક છે અને આ નિર્ણયથી સલામત રીતે શાળાકોલેજા શરૂ કરવામાં શૈક્ષણિક સંસ્થાઓ સામે અવઢવ પેદા થશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews