સૌરાષ્ટ્રના ૧૨ ડેમ અને ૧૩ જળાશયો ઓવરફ્લો : ૬૫ ડેમની સપાટીમાં વધારો

0

ગુજરાતમાં વરસાદની પેર્ટન બદલાતા વધુ વરસાદ ધરાવતા વિસ્તારોમાં ઓછો અને અછતવાળા વિસ્તારમાં ધોધમાર વરસી રહ્યો છે. હાલ મેઘરાજાએ સૌરાષ્ટ્ર તરફ મહેરબાની કરી હોય તેમ શરૂઆતથી જ ધમાકેદાર બેટીંગ કરતા ૧૩ જળાશયો ઓવરફ્લો થયા છે. જ્યારે ૧૨ ડેમ ભરાઈ જતાં દરવાજા ખોલવાની નોબત આવી છે. આ ઉપરાંત ૬૫ ડેમોની સપાટીમાં અડધાથી ૨૨ ફૂટનો વધારો થયો છે. જામનગરની જીવાદોરી સમાન સસોઇ ડેમ છલકાઈ ખેડૂતોના હૈયે હરખની હેલી ઉમટ છે. સસોઇ ડેમમાંથી આસપાસના ૩૦ જેટલા ગામડાઓને સિંચાઇ માટે પાણી પુરૂ પાડવામાં આવે છે. ઉપરવાસમાં વરસાદના કારણે ખંભાળિયાનો ઘી ડેમ ઓવરફ્લો થતાં રામનાથ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. ખંભાળિયામાં સતત વરસાદ પડી રહ્યો છે. જેથી નદી નાળા છલકાયા છે. દ્વારકામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ભાણવડનો વર્તુર્-૨ ડેમના ૧૨ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેના લીધે પોરબંદર જિલ્લાના ૮ ગામને અને દેવભૂમિ દ્વારકાના ૬ ગામને ચેતવણી આપવામાં આવી છે. ભૂમિયાવદર,મોરાણા, ફટાણા, પરાવડા, સોઢાણા, રાવલ સહિત ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. અવિરત મેઘ કહેરને પગલે પોરબંદરના વેણુ ૨ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. સમગ્ર ભાવન ર જિલ્લાની જીવાદોરી સમાન શેત્ર્.જી ડેમની સપાટી દોઢ ફૂટ વધી છે. ગીર પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમની સપાટીમાં દોઢ ફૂટનો વધારો થયો છે. જેના કારણે શેત્ર્šંજી ડેમની સપાટી ૨૧.૧૦ ફૂટ ઉપર પહોંચી છે. જ્યારે કે ૩૪ ફૂટે ડેમ ઓવરફ્લો થાય છે. ડેમમાં નવા નીરની આવકને પગલે એક તરફ ખેડૂતોમાં આનંદ છવાયો છે. તો બીજી તરફ ભાવેણાવાસીઓને પીવાના પાણીની સમસ્યા મહદ અંશે ઉકેલાઈ જશે. જૂનાગઢમાં આવેલો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે. રાજકોટના આજી-૨ અને ન્યારી ડેમ તેમજ લાલપરી તળાવ ઓવરફલો થયું છે. તો બીજી તરફ આજીડેમ એક અને ન્યારી ડેમ ૧ તેમજ ભાદર એકમાં નવા નીરની આવક ચાલું રહી છે. ધોરાજી જામકંડોરણા વિસ્તારના લોકોને પીવાનું પાણી પૂરૂં પાડતો ફોફળ ડેમ ૨૫ ફૂટ સુધી ભરાઈ ગયો છે. ડેમ ઓવરફલો થવામાં એક ફટ બાકી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!