જૂનાગઢ શહેરમાં અસામાજીક પ્રવૃતિ કરનારાઓ સામે પોલીસ દ્વારા કડક પગલા ભરવામાં આવી રહયા છે તેમજ અસામાજીક પ્રવૃતિને નાબુદ કરવાનાં ભાગરૂપે પ્રોહિબીશન ડ્રાઈવ કરવામાં આવી હતી આ દરમ્યાન પંચેશ્વર રોડ ઉપર બરફનાં કારખાના પાસે ગઈકાલે પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઈ વી. કે. ઉંજીયા ઉપર ફોરવ્હીલ ચડાવી દેવાની કોશીષ કરી અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બનવા પામતા સનસાટી મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઈ વી. કે. ઉંજીયા અને સ્ટાફ પોતાની કાયદેસરની ફરજમાં પ્રોહિબીશનની ડ્રાઈવ સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જૂનાગઢનાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો સંદીપ ઉર્ફે સંજય કરમણભાઈ મકવાણા પોતાનાં હવાલાની ફોરવ્હીલ કાર એસ્ટીમ જીજે-૧-એચ.જે.-૪૬૪ર વાળી લઈને નીકળતા તેને અટકાવવા ઈશારો કરતા કાર ચાલક રોકાયેલ નહી જેથી પીએસઆઈ વી. કે. ઉંજીયાએ પોતાની મોટર સાઈકલ આડી રાખી રોકવા ઈશારો કરતા સંદિપ ઉર્ફે સંજય મકવાણાએ પોતાની ફોરવ્હીલ કાર ફરીયાદીને મારી નાખવાનાં ઈરાદે તેના ઉપર ચડાવી દેવાની કોશીષ કરી અને તેના મોટરસાયકલને ફંગોળી દેતા પીએસઆઈ વી. કે. ઉંજીયાને જમણા ભાગનાં ગોઠણમાં ઈજા કરી મોટર સાયકલમાં પણ નુકશાન પહોંચાડેલ છે. આ બનાવમાં આરોપી વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ તેમજ જીવલેણ હુમલાની કલમ ૩૦૭, ૩૩ર, ૧૮૬, ૪ર૭ સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ તેમજ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે.આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ જે.પી. ગોસાઈ ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews